ચલણી નોટના મુદ્દે બીજા દિવસે પણ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
હિન્દ છોડો આંદોલનની ૭૫ મી વર્ષગાંઠના અવસરે બુધવારે સંસદના વિશેષ સત્રને વિરોધ પ્રદર્શન અને હોબાળા બાદ સ્થગિત રાખવામાં આવ્યું હતું. રાજ્યસભામાં પણ ચલણી નોટના મુદ્દે કાર્યવાહી સ્થગિત રહી હતી. કોંગ્રેસ સાંસદોએ બે પ્રકારની ૫૦૦ ની નોટના મુદ્દે ભારે હોબાળો કરતાં ગૃહની કાર્યવાહીને મોકૂફ કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે ચલણી નોટના મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસના જયરામ રમેશે બેન્કિંગ રેગ્યુલેશન બીલ પસાર ન કરવાની વિનંતી કરી હતી. કોંગ્રેસ સાંસદોએ ચલણી નોટના મુદ્દે હોબાળો કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે દેશમાં અંધકારની શક્તિઓ ઝડપથી ઉદય પામી રહી છે. પોતાના ભાષણમાં સોનિયાએ કહ્યું કે આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે જે સમયે ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એવા પણ વ્યક્તિઓ અને સંગઠનો હતા કે જેમણે તેનો વિરોધ કર્યો હતો. આની પર સંસદમાં વિરોધ થયો હતો પરંતુ તેને શમાવી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત છોડો આંદોલનમાં કોંગ્રેસના ઘણા કાર્યકરોએ તેમના પ્રાણની આહૂતિ આપી હતી. કોંગ્રેસના કપિલ સિબ્બલે ગૃહમાં ૫૦૦ ની બે પ્રકારની ચલણી નોટનો મુદ્દો ઉઠાવ્યો હતો. આનંદ શર્માએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે.અમે સંસદના શિયાળુ સત્ર સુધી પ્રતિક્ષા કરી શકીએ તેમ નથી. આવા સવાલોનો જવાબ આપ્યા વગર એક પણ બીલ પસાર થવા દેવામાં નહીં આવે. હિન્દ છોડો ચળવળની ૭૫ મી વર્ષગાંઠે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું જેમાં વિવિધ નેતાઓએ તેમના વિચારો વ્યક્ત કર્યાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks