(એજન્સી) તા.રપ
સઉદી કિંગના દીકરા ફહદ બિન અબ્દુલઅઝીઝે પણ હવે ઈઝરાયેલ દ્વારા પવિત્ર અલ અક્સા મસ્જિદ પર કરેલા કબજા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. એક સોશિયલ સાઇટ્સ ટિ્વટર પર તેમણે આ અંગે ચર્ચા કરતાં કહ્યું કે સમગ્ર અરબ દેશો અને મુસ્લિમોએ પેલેસ્ટાઇની નાગરિકોને ટેકો આપતા અલ અક્સા મસ્જિદના સમર્થનમાં લડવા માટે આગળ આવવાની જરુર છે. તેમણે લખ્યું કે ઓ નેશન ઓફ મોહમ્મદ (સ.અ.વ) તમે જ તેમને બતાવો કે તમે કોણ છો ? જેવી રીતે પવિત્ર અલ અક્સા મસ્જિદનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ખુદા તેમને ક્યારેય માફ નહીં કરે અને તેમણે હિસાબ આપવો જ પડશે.
તેમણે વધુ એક ટિ્વટ મારફતે કહ્યું કે ઓ નેશન ઓફ મોહમ્મદ અને અલ્લાહ, ઇસ્લામ ધર્મની પવિત્ર અને ત્રીજા ક્રમની મસ્જિદ ગુનેગારના કબજા હેઠળ કેદમાં આવી ગઇ છે. અલ્લાહ અમારામાં કોઇમાં સમજદારી નથી. હવે અમને લડવા જવા દો. કાં તો અમે વિજય પ્રાપ્ત કરીને મસ્જિદને બચાવી લઇશું કાં તો નિષ્ફળ જઇશું તો અમારા ખુદા અમને માફ કરશે. તમને જણાવી દઇએ કે સઉદીના પ્રિન્સે વધુ એક વીડિયો પણ અપલોડ કર્યો હતો જેમાં તેમના પિતા વ્હાઈટ હાઉસની મુલાકાત વખતે પેલેસ્ટીન અને તેમના નાગરિકોને મુક્ત કરાવવા અંગે ચિંતા વ્યક્ત કરતાં દેખાય છે. તેમણે કહ્યું હતું કે સૌએ સાથે મળીને આ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ અને ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપવો જોઇએ.