ચમકાવવાના બહાને બે ગઠિયા દાગીના લઈ રફુચક્કર

અમદાવાદ,તા. ૫
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આદિશ્વરનગર પાસે નીરવ રોહાઉસ ખાતે એક મહિલાને બે અજાણ્યા ઠગ દાગીના ચમકાવવાના બહાને ઘરમાં ઘૂસી તેમને કોઇ પદાર્થ સૂંઘાડી બેભાન બનાવી દઇ તેમના હાથમાંથી રૂ.૭૫ હજારની બે બંગડીઓ, સોનાનું ડોકીયુ, પેંડલ મળી કુલ રૂ.૧.૧૨ લાખની મત્તા ચોરી પલાયન થઇ ગયા હોવા અંગેની ફરિયાદ કૃષ્ણનગર પોલીસમથકમાં નોંધાવા પામી છે. અવારનવાર આ પ્રકારના કિસ્સા નોંધાતા હોવાછતાં મહિલાઓ આવા પુરુષોને દાગીના ચમકાવવાની લાલચમાં ઘરમાં પ્રવેશ આપી આ પ્રકારે લૂંટ અને છેતરપીંડીનો ભોગ બનતી હોય છે ત્યારે આ વધુ એક બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આદિશ્વરનગર પાસે નીરવ રોહાઉસ ખાતે રહેતા અશ્વિનભાઇ વિનુભાઇ શાહના પત્ની ઘરમાં એકલા હતા ત્યારે બે અજાણ્યા ઠગ સોના-ચાંદીના દાગીના પાવડરથી ચમકાવવાના બહાને ઘરમાં પ્રવેશ્યા હતા અને તેમને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઇ દાગીના ગરમ કરવા મૂકી આપ્યા હતા. એ દરમ્યાન બંને ઠગે અશ્વિનભાઇના પત્નીને કોઇ પદાર્થ સૂંઘાડી બેભાન કરી દીધા હતા અને ત્યારબાદ તેમના હાથમાંથી રૂ.૭૫ હજારની કિંમતની સોનાની બે બંગડીઓ, સોનાનું ડોકીયુ, પેંડલ, એક જોડી સોનાની બુટ્ટી મળી કુલ રૂ.૧.૧૨ લાખની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે અશ્વિનભાઇ શાહે કૃષ્ણનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ બંને ઠગને પકડવા તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks