ચંદીગઢ છેડતી કેસ : આરોપી વિકાસ બરાલા અને આશિષકુમારને બે દિવસની પોલીસ કસ્ટડી

(એજન્સી) ચંદિગઢ, તા. ૧૦
આઈએએસ અધિકારીની પુત્રી વર્ણિકા કુંદુની સાથે કથિત છેડતીના આરોપી અને હરિયાણા ભાજપ અધ્યક્ષના પુત્ર વિકાસ બરાલા અને તેના મિત્ર આશિષની પોલીસે ધરપકડ કરી છે જે પછી બન્ને આરોપીઓને ૨ દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આદેશ આપવામાં આવ્યો હતો. આરોપીઓની કલાકોની પૂછપરછ બાદ તેમને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં જે પછી તેમને બે દિવસની પોલીસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં. પૂછપરછ દરમિયાન બન્ને આરોપીઓએ એ વાતનો ઈન્કાર કર્યો કે તેમણે કોઈનો પીછો કરીને છેડતી કરવાનો કે કોઈનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસ અને આશીષે પોલીસને એવું કહ્યુ પણ માનવામાં આવે છે કે તેઓ વર્ણિકાને ઓળખતા નથી. પોલીસે વિકાસને પૂછપરછ માટે બોલાવ્યો હતો. વિકાસ બુધવારે બપોરે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં તેને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો. વિકાસ બરાલાની સામે અપહરણની કોશિશની બિનજામીનપાત્ર કલમો સામેલ કરવામાં આવી છે. આ પહેલા વિકાસના પિતા સુભાષા બરાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું હતું કે વિકાસ તપાસમાં પૂરો સહયોગ આપશે. વર્ણિકા તો મારી દિકરી જેવી છે. વર્ણિકાએ શુક્રવારે રાતે પોલીસને ફોન કરીને પોતાની છેડતી થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી. બરાલાએ કહ્યું કે આ કેસની તપાસ પર કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. વર્ણિકા મારી પુત્રી જેવી છે. તેમણે કહ્યું કે કાયદો પોતાનું કામ કરશે. અને જો મારો પુત્ર દોષી હોય તો તેને કડકમાં કડક સજા કરવામાં આવે. કોન્ફરન્સમા બરાલાએ એવું પણ કહ્યું આ મામલે કોઈ રાજનીત કરવાની જરૂર નથી. પોલીસ પર દબાણ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks