National

જો મારા પર છોડવામાં આવે તો હું મોદીજીને હટાવીને માયાવતીજીને અત્યારે જ વડાપ્રધાન બનાવી દઉં : ચંદ્રશેખર આઝાદ

(એજન્સી) તા.૧૯
ભીમ આર્મીના સહસંસ્થાપક અને વડા ચંદ્રશેખર આઝાદ તેમણેે આ સંગઠનની રચના શા માટે કરી અને દલિતો દ્વારા આંદોલન વગેરે બાબતે પોતાના રોષ આક્રોશ સાથે મંતવ્યો વ્યક્ત કર્યા છે. તેમની મુલાકાતના મહત્વના અંશો અત્રે પ્રસ્તુત છે.
ભીમ આર્મીની રચના કરવા પાછળની પ્રેરણા અંગે વાત કરતા ચંદ્રશેખર આઝાદ કહે છે કે અમને અનુભવ પરથી એવું જણાયું કે જો અમારે અન્યાયથી મુક્તિ મેળવવી હશે તો અમારે એક ચળવળ-આંદોલન શરુ કરવું પડશે. આથી અમે સાથે બેસીને ભીમ આર્મી એકતા મિશનની સ્થાપના કરી, તે ભીમ આર્મી તરીકે ઓળખાય છે કારણ કે તે બાબાસાહેબ આંબેડકરનું આર્મી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાજપ પણ હિંદુ એકતાના ભાગરુપે દલિતોનો સ્નેહ સંપાદિત કરવાનો પ્રયાસ કરે છે. આમ દલિતો બે વિરોધાભાસી રાજનીતિ વચ્ચે અટવાયા છે. આ અંગે પૂછતા ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું કે અમે કાંશીરામે દર્શાવેલા માર્ગ પર બહુજન સમાજ ચળવળ ચલાવી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે તમામ ઉપેક્ષિત સમુદાયો એક સરખા છે. મુસ્લિમો અને ઓબીસી પણ આ કેટેગરીમાં આવે છે. અમે આવા લોકોને સંગઠિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બસપા અંગે વાત કરતા ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું કે અમે એક સામાજિક ચળવળના ભાગરુપે છીએ. જો અમોને એવું લાગશે કે બસપાના ઉમેદવારો નબળા છે તો અમે તેમને સમર્થન આપીશું. અમે હંમેશા સબળાને નહીં પરંંતુ નબળાને મદદ કરીએ છીએ. બસપાને ભીમ આર્મી શા માટે પસંદ નથી એવું પૂછતા ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું કે આ તેમની અંગત પસંદગીનો મામલો છે. આ તેમની વિચારસરણી છે. હું સામાજિક ક્રાંતિને સુદ્રઢ કરવાની દિશામાં કામ કરી રહ્યો છું. માયાવતીજી શુ વિચારે છે તેનો મને અનુભવ નથી. મેં એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે જો મારા પર છોડવામાં આવે તો હું મોદીજીને તાત્કલિક હટાવીને માયાવતીજીને વડાપ્રધાન બનાવી દઇશ. આ બધુ પસંદગીનો મામલો છે. આપણે ત્યાં લોકતંત્ર છે અને એટલા માટે કેટલાક નિયમોનો અમલ કરવો જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.