ઓલપાડમાં ટેમ્પોચાલક પર ચપ્પુથી હુમલો

સુરત,તા.૪
શહેરના ડભોલી ગામ ખાતે ટેમ્પો ડ્રાઈવર ૨૫ વર્ષીય અમોલ રૂસીનભાઈ મોરે પરિવાર સાથે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી ઓલપાડ ખાતે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત ફરતા હતા. ત્યારે જહાંગીરપુરા બ્રિજ પર સાઈડ આપવા બાબતે બાઈક નંબર જીજે-૫-એચએલ-૫૦૩૭ પર સવાર બે અજાણ્યા સાથે સાઈડ આપવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં બે પૈકી એકે અનિલ ચપ્પુ કાઢે તેમ કહી ટેમ્પો ચાલક અમોલ રૂસીનભાઈ મોરેને ચપ્પુ વડે નવ ઘા મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત વચ્ચે છોડાવવા પડેલા અમોલના ભાઈને પણ હાથમાં ઈજા કરાઈ હતી. હુમલાના બનાવ અંગે અમોલ મોરેએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks