દુકાન પાસે પાર્ક કરેલ ગાડી હટાવવાનું કહેતા વેપારી પર છરીથી હુમલો

અમરેલી, તા. ૨૪
અમરેલીમાં વેપારીની દુકાન સામે કાર ચાલકે કાર પાર્કિંગ કરી દેતા વેપારીએ કાર લઇ લેવાનું કેહતા કાર માલિકને ગુસ્સો આવતા વેપારી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડતા સિટી પોલીસમાં ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના હીરામોતી ચોકમાં શ્રીજી સેલ્સ કિચન ફર્નિચરની દુકાન ધરાવતા દિવ્યેશભાઈ ઉર્ફે રઘુ ગોવિંદભાઇ કાબરિયા આજે સવારે પોતાની દુકાને હતા ત્યારે તેની દુકાન સામે રાજેદ્રભાઈ ધાખડા નામના શખ્સે પોતાની સ્કોર્પિયો કાર પાર્કિંગ કરતા દિવ્યેશભાઈ રાજેદ્રભાઈને દુકાન સામેથી કાર હટાવી સાઈડમાં લેવાનું કેહતા રાજેદ્રભાઈએ કહેલ કે મારી ગાડી અંહીયાજ રહેશે જે થતું હોઈ તે કરી લે તેમ કહી છરી કાઢી દિવ્યેશભાઈને ડાબી બાજુની આંખ પાસે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી તેમજ તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સોએ ગિરીશભાઈને લાકડી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સીટી પોલીસમાં દિવ્યેશભાઈ કાબરિયાએ રાજેન્દ્રભાઈ ધાખડા અને ૩ અજણયા માણસો સામે ફરિયાદ નોંધાવેલ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks