Gujarat

છેલ્લા ર૧ વર્ષમાં ૬૦ વખત રક્તદાન કરનાર નાસીર ખલીફાનું સન્માન કરાયું

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
આણંદ શહેરમાં ઉમ્મીદ ગૃપનાં સભ્ય અને રકતદાતા નાસીર ખલીફાએ ૬૦મી વાર રકતદાન કરતા આણંદની રેડક્રોસ સોસાયટી દ્વારા આજરોજ તેઓનું શાલ ઓઢાડીને તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, અને રકતદાનની તેઓની ઉમદા પ્રવૃત્તિને બિરદાવી હતી.
આણંદ શહેરમાં રહેતા નાસીર ખલીફા છેલ્લા ૨૧ વર્ષોથી રકતદાન કરે છે,અને અત્યાર સુધીમાં તેઓ ૬૦ વખત રકતદાન કરી ચુકયા છે, જયારે પણ કોઈ પણ દર્દીને રકતની જરૂર પડે અને જો બી પોઝીટીવ ગૃપની જરૂર હોય તો ધર્મ કે જ્ઞાતી પુછયા વિના તેઓ રકતદાન કરવા પહોંચી જાય છે.
નાસીર ખલીફાએ આ અંગે જણાવ્યું હતું કે તેઓ અગાઉ વાપી રહેતા હતા,અને માત્ર ૨૦ વર્ષની ઉમંરથી તેઓએ રકતદાન કરવાનું શરૂ કર્યું હતું,અને છેલ્લા નવ વર્ષથી તેઓ આણંદ ખાતે રહે છે,અહીયાં રહેવા આવ્યા બાદ તેઓ રેડક્રોસ બ્લડ બેંકમાં નિયમિત દર ત્રણ મહિને રકતદાન કરે છે,તેમજ તેઓ ઉમ્મીદ ગૃપનાં રકતદાતા ગૃપમાં જોડાયા છે,જેનાં થકી તેઓ કોઈ પણ દર્દીને રકતની જરૂર પડે તો તેઓ રકતદાન કરે છે,અને માત્ર આણંદ જ નહી પરંતુ આણંદ કે આસપાસનાં વિસ્તારોની હોસ્પીટલમાં કે પછી અમદાવાદ,વડોદરા કે સુરત સુધી પણ જો જવાનું થાય તો નાસીરભાઈ ખલીફા પોતાનાં ખર્ચે જે તે હોસ્પીટલમાં જઈને રકતદાન કરે છે.
નાસીરભાઈ ખલીફાએ ૬૦મી વાર રકતદાન કરતા આણંદની રેડક્રોસ સોસાયટીનાં ડા.અશોકભાઈ જૈન અને નિરવભાઈ પટેલએ તેઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, અને તેઓની રકતદાનની પ્રવૃત્તિને બિરદાવી હતી.આ અંગે નાસીરભાઈ ખલીફાએ જણાવ્યું હતું કે એક માત્ર રકતદાન એવું દાન છે,જે ગરીબ અને અમીર દરેક વ્યકિત આપી શકે છે,અને જેનાંથી કોઈનું જીવન બચાવી શકાય છે,તેમજ દરેક વ્યકિતએ રકતદાન કરવું જોઈએ,આ પ્રસંગે ઉમ્મીદ ગૃપનાં પ્રમુખ રીયાઝ ઉર્ફે રીલું તેમજ ઈમરાનભાઈ કલાસીક અને ટીકુભાઈ કાજલ ઉપસ્થિત રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.