મુંબઈ,તા.૩
કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલા સંગઠન ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ (AIPC) તરફથી આયોજિત એક પરિચર્ચા સત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે આ ટિપ્પણી કરી. જ્યારે ચેલમેશ્વરને પુછવામાં આવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ રહેવા દરમિયાન શું સંસદ રામ મંદિર માટે કાયદો પારિત કરી શકે છે. તેનાં પર તેમણે કહ્યું કે, આમ બની શકે છે.
તેમણે વધુ પ્રકાશ પાડતા કહ્યું કે, આ એક ઘટના છે કે કાયદાકીય રીતે તે થઇ શકે છે (કે નહીં), બીજુ તેમ થશે કે આમ બનશે (કે નહીં) મને કેટલાંક કિસ્સામાં માલૂમ થયુ છે કે, જે પહેલાં બની ચુક્યુ છે, જેમાં એક લો પાસ કરીને સુપ્રીમ કોર્ટનાં નિર્ણયમાં અવરોધ ઉભા કરવામાં આવ્યા હતાં. ચેલમેશ્વરે કાવેરી જલ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો આદેશ પલટવા માટે કર્ણાટક વિધાનસભા દ્વારા એક કાયદો પારિત કરવાનું ઉદાહરણ આપ્યુ હતું. તેમણે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાની વચ્ચે જલ વિવાદથી જોડાયેલી એવી જ એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશે આવી બાબતો અંગે પહેલેથી જ સ્પષ્ટ વલણ અપનાવવું જોઇએ. યહ (રામ મંદિર પર કાયદો) સંભવ છે. કારણ કે આપણે તેને તે સમયે રોક્યો ન હતો.