સુરતના સિંગણપોર ગામે જમીન બાબતે ર.૩૮ કરોડની છેતરપિંડી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેરના સિંગણપોર ગામની જમીન બાબતે બે વ્યકિત સામે ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુમુલ ડેરી રોડ શ્રી નિવાસ કોમ્પ્લેક્ષમાં રહેતા અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શૈલેષ મણિલાલ ઠક્કરે આરોપી રમેશ છગ પટેલ, અરૂણ રમેણ પરમાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સિંગણપોર ગામ રે.સ.નં. ૭૧ પૈકી ૧ વાળી જમીન ફરિયાદીએ લીધી હતી. આ જમીન નવી શરતની હોવા છતાં પણ ફરિયાદી પાસેથી રૂપિયા ૪૧ લાખ તથા બીજા નવ પ્લોટ હોલ્ડરો પાસેથી મળી કુલ્લે રૂ. બે કરોડ આડત્રીસ લાખમાં વેચાણ કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. તેમજ ફરિયાદીને જમીનમાં જતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે ચોક પોલીસ ફરિયાદ નોંધી પો.ઈ. એસ.બી. શેખે તપાસ હાથ ધરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks