જામનગરમાં એટીએમ કાર્ડ બ્લોક થવાની ભીતિ બતાવી ૩.૫૦ લાખની છેતરપિંડી

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૩
જામનગરના અન્ય કેટલાક વ્યક્તિઓને પણ બોગસ અધિકારી તરીકેની ઓળખ આપી છેતરી તેઓના ખાતામાંથી રૂા.સાડા ત્રણ લાખ ઉપરાંતની ઉઠાંતરી કરી લેવા અંગે એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે જેમાં છ મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. જામનગરના લાલવાડી વિસ્તાર પાસે જૂના આવાસ નજીકની હરિ મંડપ સોસાયટીમાં રહેતા નિકીતાબેન ભરતભાઈ સોલંકી નામના દરજી યુવતીને ગયા ફેબ્રુઆરી મહિનાની સોળ તારીખના દિવસે ૭૭૫૯૦ ૪૩૯૧૭ તથા ૯૭૮૯૩ ૯૫૬૩૨ નંબરના મોબાઈલ પરથી કોલ આવ્યો હતો. આ કોલમાં સામા છેડે રહેલા શખ્સે બેંક અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી નિકીતાબેનના એટીએમ કાર્ડના નંબર આપવા માટે ભરમાવ્યા હતા તે શખ્સની વાતોમાં આવી ગયેલા આ યુવતીએ નંબર આપ્યા પણ હતા ત્યાર પછી તેઓના ખાતામાંથી રકમ ઉપાડી લેવાઈ હતી. આવી જ રીતે અન્ય કેટલાક વ્યક્તિઓને પણ બેંકમાંથી બોલું છું, તમારું એટીએમ કાર્ડ બ્લોક થશે તેમ કહી કાર્ડ નંબર અને ફોનમાં આવતા ઓટીપીના માધ્યમથી રૂા.૩,૬૩,૭૩૮ની રકમ ઉપાડી લેવાઈ હતી જેની નિકીતાબેને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks