National

છેવટે સરકારની ગુલાંટ, ડૂબતા અર્થતંત્રને પ્રોત્સાહન આપવા અનેક રાહતો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
દેશની અત્યંત ખરાબ આર્થિક સ્થિતિને લઇને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણે શુક્રવારે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા દેશની આર્થિક હાલત વિશે વિસ્તૃત જાણકારી આપવાની સાથે જ અનેક ઘોષણાઓ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા અન્ય દેશોની અર્થવ્યવસ્થા કરતા સારી છે. ભારતમાં મંદી જેવી કોઇ વાત નથી પણ અમે અર્થવ્યવસ્તાને મજબૂત કરવા માટે અનેક પગલાં ભરી રહ્યા છીએ. નાણા મંત્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક જીડીપી વૃદ્ધિદર સંશોધિત થઇને હાલના અંદાજિત ૩.૨ ટકાથી નીચે જઇ શકે છે. વૈશ્વિક માગ નબળી રહેશે. અમેરિકા-ચીન વેપાર યુદ્ધ તથા મુદ્રા અવમૂલ્યાંકનને પગલે વૈશ્વિક વેપારમાં ઘણો ઉતાર-ચડાવની સ્થિતિ ઊભી થઇ છે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર અનેક દેશોની સરખામણીએ ઊંચો છે. આર્થિક સુધારો સરકારના એજન્ડામાં સૌથી આગળ છે. સુધારાઓની પ્રક્રિયા ચાલુ છે તેની ઝડપ ઓછી થઇ નથી. તેમણે કહ્યું કે, કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ(સીએસઆર) નિયમોના ઉલ્લંઘનને દિવાની કેસ તરીકે જોવામાં આવશે, આને અપરાધિક કેસોની શ્રેણીમાં રાખવામાં આવશે નહીં. નાણામંત્રીએ જાહેરાત કરી કે, સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં પ્રારંભિક તબક્કામાં જ ૭૦ હજાર કરોડ રૂપિયાની મૂડી નાખશે જેથી બેંક બજારમાં પાંચ લાખ કરોડ રૂપિયા સુધીની કેશ જારી કરવામાં સક્ષમ થઇ શકે. નાના તથા મધ્યમ ઉદ્યમો(એમએસએમઇ)ના અત્યારસુધી તમામ પડતર જીએસટી રિફંડનું ચુકવણી ૩૦ દિવસની અંદર કરી દેવામાં આવશે. ભવિષ્યના રિફંડ મામલાઓને ૬૦ દિવસની અંદર પુરા કરવામાં આવશે. બીજી તરફ બેંકોને રેપો રેટ દરમાં કારનો ફાયદો ગ્રાહકોને પહોંચાડવાનો નિર્ણય કરાયો છે. રેપો દર અથવા બહારના માપદંડ આધારિત લોન ઉત્પાદનો રજૂ કરાયા હતા. બેંકો મકાન અને વાહનો માટે લોન સસ્તી કરશે. જ્યારે ૨૦૨૦ સુધી ખરીદાયેલા માનક-૪ના વાહનોની નોંધણીની પ્રક્રિયા પુરી કરવાની મર્યાદા સુધી પરિચાલનમાં જળવાઇ રહેશે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું ઘર, વાહન ખરીદવા પર વધુ વધારે અને વધુ ક્રેડિટ સપોર્ટ મળશે. એમએસએમઇના તમામ પેન્ડિંગ જીએસટી રિફંડને ૩૦ દિવસની અંદર ચુકવી દેવાશે. બીજીતરફ ભવિષ્ય માટે જીએસટી રિફંડ સાથે જોડાયેલા મામલાઓ સામે આવ્યા બાદ ૬૦ દિવસની અઁદર તેનું સમાધાન કરાશે.
૨. નાણામંત્રીએ કહ્યું કે, આધાર બેસ્ડ કેવાયસી દ્વારા ડિમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે એકાઉન્ટ ખોલવાની પરવાનગી હશે. બીજી તરફ હવે એમએસએમઇની ફક્ત એક પરિભાષા હશે જેના દ્વારા કંપનીઓ પોતાનું કામ સરળ રીતે કરી શકશે. એમએસએમઇ એક્ટને વહેલી તકે કેબિનેટની સામે લવાશે.
૩. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, લોન ક્લોઝ થયા બાદ સિક્યોરિટી સંબંધિત દસ્તાવેજો બેંકોએ ૧૫ દિવસની અંદર આપવાના રહેશે. લોન અરજીની ઓનલાઇન દેખરેખ કરવામાં આવશે. બીજી તરફ હવે લોન સમાપ્ત થવાની ૧૫ દિવસની અંદર દસ્તાવેજો આપવા પડશે.
૪. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, લોંગ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સરચાર્જ પરત લેવામાં આવશે. સરકાર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ પર ધ્યાન આપી રહી છે. હવે વિજયા દશમીથી કેન્દ્રીય સિસ્ટમ દ્વારા નોટિસો મોકલવામાં આવશે. ટેક્સના નામે કોઇને હેરાન કરવામાં નહીં આવે. ટેક્સ હેરાનગતિની ઘટનાઓ પર રોક લગાવાશે.
૫. નાણામંત્રીએ જણાવ્યું કે, સરકારી બેંકો માટે ૭૦ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. સરકાર પર ટેક્સને લઇને લોકોને પરેશાન કરવાના આરોપો જુઠ્ઠા છે. અમે જીએસટીની પ્રક્રિયા વધુ સરળ બનાવવા જઇ રહ્યા છીએ. ટેક્સ સાથે સંકળાયેલા કાયદાઓમાં પણ સુધારો કરાશે.
૬. આવી જ રીતે હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓને પણ ૩૦ હજારકરોડ રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ટેક્સ અને લેબર કાયદાઓમાં ઝડપથી સુધારા થઇ રહ્યા છે. આર્થિક સુધારાઓની દિશામાં સરકાર સતત કામ કરી રહી છે. આવકવેરા રિટર્ન ભરવું પહેલાથી ઘણું સરળ થયુ છે. ભવિષ્યમાં જીએસટીને વધુ સરળ બનાવાશે.
૭. તેમણે કહ્યું કે, માર્ચ ૨૦૨૦ સુધી ખરીદાયેલા ભારત માનક-૪ના વાહનોની નોંધણીની સંપૂર્ણ સમય મર્યાદા સુધી પરિચાલનમાં જળવાઇ રહેશે. સરકાર જુના વાહનો માટે સ્ક્રેપ નીતિ લાવશે. નાણા મંત્રીએ સરકારી ગાડીઓ પર ખરીદી માટે લગાવાયેલી રોક પણ હટાવવાની જાહેરાત કરી છે.
૮. નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવ્યં કે, એફપીઆઇ, ઘરેલુ રોકાણકારોપાસેથી સુપર રિચ કર પરત લેવાથી સરકાર પાસેથી ૧૪,૦૦૦ કરોડ રૂપિયા આપશે. વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ઊંચી કમાણી કરનારા લોકો પર ઊંચા દરોથી આવકવેરા ઝીંકવામાં આવ્યા હતા.
૯. સીતારમણે જણાવ્યું કે, ઇક્વિટી શેરોના હસ્તાંતરણ થવાથી લાંબાગાળાની મર્યાદા અને ટુંકા ગાળાના મૂડીગત લાભ પર વધુ કરને પરત લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, બજેટ પહેલાની સ્થિતિને ફરી લાગુ કરી દેવામાં આવી છે.
૧૦. સીતારમણે કહ્યું કે, સ્ટાર્ટઅપ્સ અને તેમના રોકાણકારોની મુશ્કેલીઓને દૂર કરવા માટે તેમના માટે એંજલ ટેક્સની જોગવાઇને પણ પરત લેવાનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)ના સભ્યોના અંતર્ગત સ્ટાર્ટઅપ્સની સમસ્યાઓના સમાધાન માટે એક એકમ બનાવાયું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

  કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
  Read more
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.