National

CAAથી હિન્દુ-મુસ્લિમોમાં ભાગલા પડાવી બંગાળ, આસામની ચૂંટણીઓ જીતવાનું ભાજપનું લક્ષ્યાંક : ચિદમ્બરમ

તિરુવનંતપુરમ્‌,તા.૨૮
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વિરુદ્ધ પ્રદર્શનોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સામેલ થવા અંગે સેના પ્રમુખ બિપિન રાવતના નિવેદન પર પ્રહાર કર્યા હતા. શનિવારે તેમણે તિરુવનંતપુરમના કાર્યક્રમમાં કહ્યું કે, સેના પ્રમુખનું સરકારને સમર્થન આપવું શરમજનક વાત છે. જેમ અમે સેનાએ કેવી રીતે યુદ્ધ લડવું તે વિશે નથી કહી શકતા તે રીતે નેતાઓએ શું કરવું તે શીખવવાનું કામ સેનાનું નથી. હું જનરલ બિપિન રાવતને અપીલ કરુ છું કે, તમે સેનાની આગેવાની કરો છો તો તમારા કામથી જ મતલબ રાખો. હકીકતમાં સેના પ્રમુખે ગુરુવારે કહ્યું હતું કે, આજકાલ યુનિવર્સિટી અને કોલેજોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની રહી છે. તેમાં વિદ્યાર્થીઓની લીડરશિપનો મોકો મળતો હોય છે. લીડરશિપ વિકસાવવી એક મુશ્કેલ પ્રક્રિયા છે. લીડર એ નથી હોતા જે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. જનરલ રાવતના આ નિવેદન પછી હોબાળો શરૂ થઈ ગયો છે. અમૂક પૂર્વ સૈન્ય અધિકારી અને રાજકીય નેતાઓએ આ નિવેદનનો વિરોધ કર્યો છે. ચિદમ્બરમે કહ્યું ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સભા અને લોકસભામાં નાગરિકતા કાયદા વિશે કરવામાં આવેલી ચર્ચાઓ ફરી સાંભળવી જોઈએ. તેમણે આ સંબંધિત એક પણ સવાલના જવાબ નથી આપ્યા. હવે તેઓ રાહુલ ગાંધીને આ મુદ્દે પડકાર આપી રહ્યા છે. જો ભાજપ પાસે સંસદમાં બે તૃતિયાંશ બહુમતી હોત તો તેઓ બંધારણ બદલી દેતા. ભાજપ સીધી રીતે આ નથી કરી શકતી એટલે તેઓ બેકડોરથી બંધારણ બદલવાનો પ્રયત્ન કરે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    રાજ્યપાલ પર ટિપ્પણી બદનક્ષીકારક નથી : મમતાએ હાઇકોર્ટને જણાવ્યું

    (એજન્સી) કોલકાતા, તા. ૧૬પશ્ચિમ બંગાળના…
    Read more
    National

    ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

    (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
    Read more
    National

    ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

    . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.