Ahmedabad

રાજ્યમાં ચાઈનીઝ-પ્લાસ્ટિક દોરી તથા તુક્કલ ઉપર પ્રતિબંધના આદેશો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા છે. આમતો છેલ્લા બે-ત્રણ વર્ષથી સરકાર દ્વારા આ રીતે પ્રતિબંધના કડક આદેશો જારી કરાય છે. તેમ છતાં રાજ્યમાં આ ચાઈનીઝ દોરી-તુક્કલો બેરોકટોક પ્રવેશે છે અને વેચાય પણ છે. તેમજ તેનો ઉપયોગ પણ થાય છે. ત્યારે સરકારના આદેશોના કડક અમલ સામે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે.
ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે. ગુજરાતમાં સી.આર.પી.સી.ની કલમ ૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઉત્તરાયણના તહેવારો દરમિયાન રાજ્યભરમાં પતંગ રસિકો મોટાપાયે પતંગ ચગાવતા હોય છે. આવા પતંગ ચગાવવામાં ચાઇનીઝ દોરી તરીકે પ્રખ્યાત ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી માનવજીવન, પક્ષીઓ તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ છે.
આવી બનાવટથી ઘણીવાર પ્રાણઘાતક ઇજાઓ પણ થાય છે. એટલું જ નહિ, આવી ચાઇનીઝ પ્લાસ્ટીક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી અને ગટરો-ડ્રેનેજમાં તે જવાથી ગટરો-ડ્રેનેજ જામ થઇ જાય છે. તદઉપરાંત વીજલાઇન અને સબસ્ટેશનમાં આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ પણ થાય છે. ગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુકકલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. આ બધી જ બાબતોને વ્યાપક જનહિતમાં ધ્યાને લઇને ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર રાજ્ય સરકારે તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadCrime

    બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

    અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.