National

૩૯ બાળકીઓના બળાત્કાર પર દેશ મૌન કેમ ?

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
મુઝફ્ફરપુરમાં ૩૯ બાળકીઓ પર બળાત્કારની ઘટના મુદ્દે વિરોધના છૂટા છવાયા સ્વર સિવાય દેશે મૌન સાધ્યું છે. લોકો ન્યાયની માગણી કરવા માટે ઉત્તેજિત નથી. ર૦૧૪માં નિર્ભયાના બળાત્કાર સમયે આવી સ્થિતિ ન હતી. સમગ્ર દેશ મીણબત્તિ લઈને પોતાના શહેરના રસ્તા પર શોક વ્યક્ત કરી રહ્યો હતો. સંઘ અને ભાજપ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શનોને સમર્થન હતું કારણ કે તે સમયે કેન્દ્રની યુપીએ સરકાર કઠેરામાં ઊભી હતી. આજે સરકારી સંરક્ષણ ગૃહમાં જ ૩૯ બાળકીઓના જીવનને નર્ક સમાન બન્યા બાદ પણ આ આંદોલન નથી થઈ રહ્યા કારણ કે તેનાથી ભાજપ અને નીતિશકુમાર કઠેરામાં ઊભા થશે. બિહારના ૪ કેન્દ્રીય મંત્રી, ભાજપના તમામ સાંસદો અને વડાપ્રધાન પોતે મૌન છે. સ્વબચાવ માટે આ નેતાઓ આકાશ-પાતાળ એક કરી શકે છે. આ બાળકીઓને કયા સુરક્ષિત સ્થાને રાખવામાં આવી છે તે અંગે પણ સરકાર માહિતી નથી આપી રહી. એક વ્યક્તિની હત્યા કે બળાત્કાર થાય કે હજારની આપણે પોતાના રાજનૈતિક ફાયદા મુજબ જ પ્રતિક્રિયા આપીએ છીએ. આપણે મનુષ્ય નહીં રાજનૈતિક કીડા બની ચૂકયા છે.
– મોહમ્મદ જાહિદ
(સૌ. : ેંઁેંદ્ભ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.