International

કટોકટીના સમયે પાકિસ્તાનને જ મજબૂત સમર્થન કરીશું : ચીન

બેઇજિંગ, તા. ૨૦
ચીને મંગળવારે પુલવામા આતંકવાદી હુમલા મુદ્દે પાકિસ્તાન પર નિશાન નહીં સાધતા આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું છે. સાથે જ આ કટોકટીના સમયમાં તે પાકિસ્તાનની પડખે ઊભો રહેશે અને તેની ક્ષેત્રીયઅખંડતા અને સાર્વભૌમત્વનું સમર્થન કરવા પુનરોચ્ચાર કર્યો હતો. ચીનના વિદેશમંત્રી વાંગ યી અને તેમના પાકિસ્તાનના સમકક્ષ શાહ મહેમૂદ કુરેશીએ પુલવામા હુમલા મુદ્દે ચર્ચા કરી હતી. કુરેશીએ આ હુમલા બાદ કાશ્મીરીઓના માનવ અધિકારોના ઉલ્લંઘનો વધી ગયા હોવાનું જણાવ્યું હતું અને પાકિસ્તાન પહેલાય અને હાલમાં પણ ભારત સાથે સારા સંબંધો બનાવવા અને સંવાદ કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. ચીન દ્વારા જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસુદ અઝહરને આતંકવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવમાં ચોથી વાર અવરોધ ઊભા કરવાના એક સપ્તાહ બાદ બંને વિદેશમંત્રીઓની ચીન-પાકિસ્તાન વ્યૂહાત્મક સંવાદ હેઠળ બેઇજિંગમાં બેઠક મળી હતી. જૈશના પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર તેની ભૂમિ પરના આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયું હતું. વાંગે કહ્યું કે એનાથી કશો ફેર પડતો નથી ચીન સમગ્ર રીતે પાકિસ્તાનની સાર્વભૌમત્વ, ક્ષેત્રીય અખંડતા, આઝાદી તેમજ સન્માન સાથે મજબૂત સમર્થન આપશે. વાંગે તંગદિલી ઘટાડવા પાકિસ્તાન દ્વારા ઉઠાવેલા પગલાને ચીને આવકાર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે સંયમ રાખવા અને મુદ્દાઓનો શાંતિપૂર્ણ રીતે સમાધાન લાવવા ભારત-પાકિસ્તાન એમ બંને દેશોને આહ્‌વાન કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.