International

શિનજિયાંગ પ્રાંતમાં રોઝા રાખવા પર પ્રતિબંધ; શું ચીનમાં મુસ્લિમોની ઓળખ નાબૂદ કરવાનો પ્રયત્ન ?

(એજન્સી) બેઈજીંગ, તા.૯
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં રહેતા મુસ્લિમો વિરૂદ્ધ કડક પ્રતિબંધના અહેવાલ સામે આવી રહ્યા છે. પવિત્ર રમઝાનના આરંભ સાથે જ ચીનના મુસ્લિમ બહુમતી ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં સરકારી અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બાળકોના રોઝા રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. ચીનની સરકારી વેબસાઈટ પર મહેર નિર્દેશ આ પ્રતિબંધની પુષ્ટી કરી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કેડર આ પ્રતિબંધને લાગુ કરવામાં જોડાયેલા છે. ચીનનો દાવો છે કે, શિનજિયાંગ ઓઈગર ઓટોનોમસ રીજનમાં સામાજિક સ્થિરતા કાયમ રાખવા આ પગલું લેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની જાતિય ભેદભાવ વિરૂદ્ધ સમિતિએ મુસ્લિમો સાથે થઈ રહેલ આ વ્યવહાર અંગે ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી છે.
અહેવાલ મુજબ ચીનમાં મુસ્લિમોના જીવન અને રાજનૈતિક વિચારોમાં દખલગીરીના માધ્યમથી રાજનૈતિક શુદ્ધીકરણનો પ્રયત્ન થઈ રહ્યો છે. માનવ સંસાધન ક્ષેત્રે કાર્યકર્તા માયા બૈંગે જણાવ્યું કે, શિનજિયાંગમાં રહેતા મુસ્લિમ પરિવારો પોતાના જ ઘરમાં ચાંપતી નજર હેઠળ રહેવા મજબૂર છે. તેમની દિનચર્યા અંગે સુરક્ષા એજન્સીને તમામ જાણકારી હોય છે. હજારો મુસ્લિમોને અટકાયતમાં રાખવામાં આવ્યા છે અને તેમને પુનઃ શિક્ષણ કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. અનેક ઉઈગર મુસ્લિમોનું અટકાયતમાં મૃત્યુ પણ થયું છે.
સંયુક્તરાષ્ટ્રની એક સમિતિના અહેવાલ મુજબ ૧૦ લાખથી વધુ લોકોને કહેવાતા કટ્ટરતા વિરોધી શિબિરોમાં અને અન્ય ર૦ લાખ લોકોને રાજનૈતિક અને સાંસ્કૃતિક વિચારધારામાં બદલાવ માટે પુનઃ શિક્ષણ શિબિરોમાં બળજબરીપૂર્વક મોકલવામાં આવ્યા છે. શિનજિયાંગ જેલમાં બે મહિના કેદમાં રહેતા ઓમિર બેકાલીએ કહ્યું કે, ચીનમાં ચાલી રહેલ આ શિબિરોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની ધાર્મિક વિચારધારા સમાપ્ત કરવાનો છે. ઈસ્લામમાં ભૂંડનું માંસ પ્રતિબંધિત છે. ચીનની આ શિબિરોમાં મુસ્લિમો માટે ખાસ દિવસ શુક્રવારે આ માંસ ખાવા પર મજબૂર કરવામાં આવે છે. ઓમિરે જણાવ્યું કે, નમાઝ પઢતા અને દાઢી વધારતા લોકોને પણ કટ્ટરવાદી ગણી અટકાયતમાં લેવામાં આવે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ઇરાદાપૂર્વક ગાઝાના બાળકોને ભૂખથી મારી રહ્યું છે : HRW એ ચેતવણી આપી

    (એજન્સી) ગાઝા, તા.૧૦હ્યુમન રાઇટ્‌સ વોચ…
    Read more
    International

    ઈદ અલ-ફિત્રના પ્રથમ દિવસે પણ ઈઝરાયેલના ગાઝા પર હવાઈ હુમલા જારી

    (એજન્સી) ગાઝા, તા.૧૦બુધવારે મુસ્લિમોના…
    Read more
    International

    ૬૦,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓએ અલ-અક્સામસ્જિદમાં ઇદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી

    (એજન્સી) તા.૧૦૬૦ હજારથી વધુ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.