(એજન્સી) બેઈજિંગ, તા.ર
ચીને તિબેટની પ્રાંતીય રાજધાની લ્હાસાને નિંગચીને જોડવા માટે લગભગ પ.૮ અરબ ડોલરની કિંમતનો ૪૦૯ કિ.મી. લાંબો એક્સપ્રેસ વે ખુલ્લો મૂક્યો છે. નિંગચી અરૂણાચલ પ્રદેશની સરહદની નજીક છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના સમાચાર અનુસાર ૪૦૯ કિ.મી. લાંબા ટોલ ફ્રી એક્સપ્રેસ વેએ બે મોટા શહેરોને જોડ્યા છે, જે તિબેટમાં પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર પણ છે. આ એક્સપ્રેસ વે લ્હાસા અને નિંગચીની વચ્ચે મુસાફરીના સમયગાળાને આઠ કલાકથી ઘટાડીને પાંચ કલાક કરી દે છે. આ માર્ગ પર વાહનોની ગતિની મર્યાદા ૮૦ કિ.મી. પ્રતિ કલાકની હશે. ચીનનું આ પગલું ભારતની સુરક્ષા ચિંતાઓને વધારનારું છે. સૈન્ય મહત્ત્વનો એક્સપ્રેસ વે ચીને તિબેટ પર કબજો મેળવ્યા બાદ કથિત હાઈવે સહિત જિન એક્સપ્રેસ વેનું નિર્માણ કર્યું છે, તે સુરક્ષા પરિવહનની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. આને કારણે ચીન સૈન્ય તેમજ હથિયારોને ઝડપથી સરહદ પર લાવી શકશે. જો કે, હાલ તો નવા એક્સપ્રેસ વે પર ચીને ભારે વાહનો પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. તિબેટમાં ચીનનું ઝડપથી માર્ગ નિર્માણ કરવું એ ભારત માટે પડકાર સમાન છે. ભારતે પોતાની સરહદમાં પ્રાથમિક માળખાનો વિકાસ કરવો પડશે. ચીન તેમજ ભારતની વચ્ચે ૩,૪૮૮ કિ.મી. લાંબી સરહદ વિવાદાસ્પદ છે. તે અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટ ગણે છે, જ્યારે ભારત અનુસાર, વિવાદ અરૂણાચલનો નહીં અકસાઈ ચીન ક્ષેત્રનો છે, જેના પર ચીને ૧૯૬રની લડાઈમાં કબજો મેળવી લીધો હતો.