International

કરાચીમાં ચીનના દૂતાવાસ બહાર હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કરતા બે પોલીસકર્મીનાં મોત, એક ઘાયલ

(એજન્સી) કરાચી, તા. ૨૩
પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે સવારે ચીનના દૂતાવાસ બહાર હુમલાખોરોના આડેધડ ગોળીબારમા બે પોલીસકર્મીના મોત થયા હતા જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. હુમલાની જવાબદારી બલોચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે જે અહીંનું બળવાખોર અલગતાવાદી સંગઠન છે. અહેવાલો અનુસાર ચેક પોઇન્ટ પર ત્રણ લોકોને અટકાવ્યા બાદ તેમણે ત્યાંજ ગોળીબાર શરૂ કરી દીધો હતો. કરાચી પોલીસ પ્રમુખ આમીર શેખે જણાવ્યું હતું કે, દૂતાવાસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પહેલા હુમલાખોરોએ થોડેક દૂર પોતાના વાહનો પાર્ક કર્યા હતા. હુમલાખોરોની સંખ્યા ત્રણ હતી અને ત્રણેયને ઠાર કરી દેવાયા છે. તેમણે કહ્યું કે, તેઓ કમ્પાઉન્ડ સુધી પણ પહોંચી શક્યા ન હતા. તેઓ વીઝા વિભાગમાં પહોચવાના પ્રયાસ કરી રહ્યા હતા.
શેખે ઉમેર્યું હતું કે, હુમલાખોરો પાસેથી ઓછામાં ઓછા નવ હેન્ડ ગ્રેનેડ, ક્લાશનિકોવ બુલેટ્‌સ, મેગેઝિન અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. જિન્નાહ હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું કે, બે પોલીસકર્મીના મૃતદેહ અહીં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ઘાયલ પોલીસકર્મીની હાલત નાજુક છે. હુમલાના પગલે પાકિસ્તાની રેન્જર્સના જવાનો અને પોલીસને મોટી સંખ્યામાં દૂતાવાસ બહાર ખડકી દેવાયા હતા અને આસપાસના તમામ માર્ગો કોર્ડન કરી લેવાયા હતા. હુમલા બાદ ચીનના દૂતાવાસના સભ્યોને એક તરફ ખસેડી લેવાયા હતા. પોલીસે બાદમાં જણાવ્યું હતું કે, તમામ ચીની અધિકારીઓ અને કર્મચારીઓ સુરક્ષિત અને સલામત છે. બીજી તરફ ચીને આ હુમલાનો ભારે વિરોધ દર્શાવ્યો છે અને તેના નાગરિકો તથા સંસ્થાની સુરક્ષાની માટે પાકિસ્તાનને યોગ્ય પગલાં લેવા કહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેં શુને કહ્યું કે, પાકિસ્તાની સુરક્ષા જવાનોએ હુમલાખોરોને દૂતાવાસમાં પ્રવેશતા અટકાવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્ટાફને બચાવવા માટે પાકિસ્તાની સુરક્ષા ટીમોએ તાત્કાલિક અને અસરકારક પગલાં લીધા. પાકિસ્તાન દ્વારા લેવાયેલા પગલાંને અમે વધાવીએ છીએ. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હુમલાને વખોડી કાઢ્યો હતો અને ટિ્‌વટમાં કહ્યું હતું કે, ચીનના દૂતાવાસ અને ઓરાકાઝી હુમલાઓ મુદ્દે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી દુઆ છે. ચીનના દૂતાવાસમાં હુમલાખોરો દ્વારા ઘુસવાના પ્રયાસને રોકવા માટે પોતાના જીવની કુરબાની આપનારા સલામતી જવાનોને મારી સલામ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

  ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
  Read more
  International

  હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

  અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
  Read more
  International

  અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

  (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.