ચીન સાથે સરહદ પર મડાગાંઠ અંગે સુષમા સ્વરાજે સંસદને ખોટી માહિતી આપી : ચીની મીડિયા

(એજન્સી) બેઈજીંગ, તા.ર૧
ચાઈનાના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, તેમણે ભારતીય સંસદને ગેરમાર્ગે દોરતી ખોટી માહિતી આપી છે કે ભારતની ડોકલામ મુદ્દે જે સ્થિતિ છે તે ખોટી નથી અને તમામ દેશો આ મુદ્દે ભારત સાથે છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારતની ચીનની ભૂમિ પર આક્રમણ નગ્ન સત્ય છે. ભારતના આ પગલાંથી આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરે છે. કોઈપણ દેશ ભારતને ટેકો કરતો નથી. તેથી ભારતે ડોકલામ પ્રશ્ને મડાગાંઠ ઉકેલવા પ્રયાસો કરવા જોઈએ. તેણે ચેતવણી આપી હતી કે તે ચીન બિન રાજનૈતિક પ્રયાસો વગર પણ સંઘર્ષ ઉકેલી શકે છે. ચીને આ મુદ્દે ધીરજ રાખી ભારત તરફ શાંતિ જાળવી છે. જો ભારતીય દળો સતત ચીનના આદિત્યમાં ઘૂસણખોરી કરશે તો ભારત સામે લશ્કરી સંઘર્ષ માટે ચીનનું બીજું કદમ હશે. ડોકલામને ટ્રી-જંકશનની ભારતે કરેલી વાતને ચીને ફગાવી દીધી હતી. ભારતે એ વાતને ધ્યાનમાં લેવી જોઈએ કે પીપલ્સ લીબરેશન આર્મીએ ચીન-ભારત સરહદે સેના તૈનાત કરી છે. તેઓ પર્વત પર ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે. આ ફકત દેખાવ નથી. સેના જ્યાં સુધી ચીનની ભૂમિ પાછી નહીં મેળવે ત્યાં સુધી પરત નહીં ફરે. દેશની સેના શક્તિશાળી છે જે ૧ ઈંચ પણ જમીન નહીં જવા દે. ચીનની સેના લશ્કરે જમાવટમાં ભારે સુધારા સાથે મજબૂત છે. તેથી ભારતે તમામ સંભાવનાઓ માટે ભવિષ્યમાં તૈયાર રહેવું જોઈએ. જાપાન-અમેરિકાના ટેકાની વાત ગપગોળા છે. ભારતે તેની સેના તાકીદે હટાવી લેવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks