મેડિકલ સ્ટોરમાં ઊભેલ યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરી કિશોર પલાયન

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
સુરત શહેરના મજુરાગેટ સ્થિત આવેલ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ મેડિકલ સ્ટોરમાં એક યુવાન દવાની ખરીદી કરવા માટે લાઇનમાં ઉભો હતો તે સમય દરમિયાન પાછળથી આવેલા એક કિશોરે યુવાનના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. બનાવની જાણ થતાં આખરે યુવાને મેડિકલના સીસીટીવી ચેક કરતા ઘટના સામે આવી હતી. જેથી યુવાને પોલીસ ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ સિંગણપોર પાસે આવેલા ઇશ્વર નગર સોસાયટીમાં રહેતો ઉમેશ બાબુભાઇ ઝડફિયા દવા લેવા માટે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ છાંયડો સંચાલિત મેડિકલ સ્ટોરમાં આવ્યો હતો. પ્રધાન મંત્રી જેનરિક સ્ટોર નામની મેડિકલ સ્ટોરમાં દવા લેવા તે લાઇનમાં ઉભો હતો ત્યારે કોઇનો ફોન આવતા આખરે ફોન કાપી ઉપરના ખિસ્સામાં મુક્યો હતો. ઉમેશ દવા લેવામાં મશગુલ હતો ત્યારે સાડા ચાર ફૂટ ઊંચાઇ ધરાવતા એક ઇસમે તેની નજર ચૂકાવી ખિસ્સામાં રહેલા મોબાઇલની ચોરી કરી લીધી હતી અને તરત જ પલાયન થઇ ગયો હતો. બનાવની જાણ થતા ઉમેશે મેડિકલ સ્ટોરના સંચાલકોને વાત કરી સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતા જેમાં એક ટાબરીયો મોબાઇલ ચોરી કરતાં આબાદ ઝડપાઇ ગયો હતો. ઉમેશે જણાવ્યું હતું કે, સીસીટીવીમાં કેદ થયેલા છોકરાએ તેમના ખભા પર હાથ મૂકી હોથિયારી પૂર્વક મોબાઇલની ચોરી કરી હતી. ૩૦ હજારનો ફોન ચોરી થતાં હાલ તો તેણે આ મામલે પોલીસ કમિશ્નરને અરજી કરવાની તૈયારીઓ શરૂ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks