Gujarat

જામનગરમાં બંધ મકાનમાંથી ૯૦ તોલા સોનાની ચોરી : ચાર તસ્કરો સીસીટીવીમાં કેદ

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૭
જામનગરની ઓશવાળ કોલોનીમાં દોઢેક દિવસ માટે બંધ પડેલા એક મારવાડી કારખાનેદારના બંગલામાં ત્રાટકેલા તસ્કરોએ ૯૭ તોલા સોનાના દાગીના અને રોકડ મળી રૂા.રર લાખ પ૦ હજારની મત્તાની ચોરી કરી પોલીસને પડકાર ફેંકયો છે. જામનગરના સુમેર ક્લબ રોડ પર આવેલી ઓશવાળ કોલોની શેરી નં.૬મા રહેતા અને બ્રાસના સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા જગદીશચંદ્ર રામેશ્વરરાય બાલદી નામના મારવાડી વેપારી પોતાના પરિવાર સાથે નડિયાદમાં યોજાયેલા એક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યારે તેઓનું મકાન દોઢેક દિવસ માટે બંધ પડયું હતું. ત્યાર પછી સવારે જ્યારે જગદીશચંદ્ર અને તેમનો પરિવાર પરત ફર્યો ત્યારે તેઓએ મકાનનો મુખ્ય દરવાજો તૂટેલો જોઈ અંદર તપાસ કરી હતી. જેના પગલે મકાનમાં આવેલા જુદા-જુદા ઓરડાઓમાં રહેલા કબાટ વગેરેના તાળા પણ તૂટેલા જોવા મળ્યા હતા. આથી, જગદીશચંદ્રએ સિટી-એ પોલીસ સ્ટેશનને પોતાના મકાનમાં હાથફેરો થયો હોવાની જાણ કરતા સિટી-એનો પોલીસ કાફલો ધસી ગયો હતો તેની સાથે એલસીબી તથા એસઓજીનો સ્ટાફ પણ પહોંચ્યો હતો. પોલીસના આગમન પછી જગદીશચંદ્રએ મકાનમાં જોતા અંદરથી કુલ ૯૭ તોલા વજનના સોનાના દાગીના અને રૂા.૧ લાખ ૭૦ હજારની રોકડ રકમ ચોરાઈ ગયાનું જાણવા મળ્યું હતું. પોલીસે જગદીશચંદ્રની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે કુલ રૂા.રર લાખ પ૦ હજારની મત્તા ચોરી જવા અંગે ગુનો નોંધ્યો છે. ચોરીનો ભેદ ઉકેલવા મકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ચાર શખ્સો જોવા મળતા તેઓની શોધખોળ શરૂ કરી છે. રવિવારે સમર્પણ હોસ્પિટલ પાસે આવેલા એક ફલેટમાં રોકડ, દાગીના મળી રૂા.૩ લાખ ઉપરાંતની ચોરી થયા પછી તેનાથી પણ મોટી રકમની ચોરી થઈ જતાં નાગરિકોમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.