દહેજ જીએનએફસી કંપનીમાંથી નિકાસ કરાતાં ટીડીઆઈ ભરેલા ટેન્કરોમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

ભરૂચ,તા.૪
ભરૂચ દહેજ ખાતે આવેલ જીએનએફસી કંપનીમાથી વિદેશમાં નિકાસ કરાતા ટીડીઆઈ ભરેલા ટેન્કરોમાંથી શીલ તોડી સિફ્તપૂર્વક કેમિકલની ચોરી કરી રૂા.બે કરોડ તેત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સગેવગે કરનાર ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરતી ભેજાબાજ ટોળકીના પ ઈસમોને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જીએનએફસી દહેજ ટીડીઆઈ પ્લાન્ટમાંથી કેમિકલનો જથ્થો બ્રાઝીલ, ઓમાન, મુમ્બાસા, સઉદી અરેબિયા, લાઈબેરિયા જેવા દેશોમાં ટીડીઆઈ કેમિલનો નિકાસ કરવામાં ટીડીઆઈ ભરેલા કુલ ૮ કન્ટેનરો અદાણી પોર્ટ હજીરા ખાતે અલગ અલગ સમયે રવાના થયેલ હતા. જે તમામ કન્ટેનરોમાંથી સિફ્તપૂર્વક ૧ર મેટ્રીક ટન કન્ટેનર દીઠ સીલ તોડી ચોરી કરવામાં આવ્યું હતું. આ અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ ઉપરાંત ૭મે ર૦૧૮ના રોજ બ્લીચકેમ ઈન્ડિયા પ્રા.લી.નું એક કન્ટેનર દહેજ જીએનએફસી કંપની ખાતેથી સોહાર ઓમાન જવા રવાના થયું હતું. જેમાં કન્ટેનર ઓમાન પહોંચતા સીલ પેક કન્ટેનરમાંથી ટીડીઆઈ ભરેલા કુલ ર૦ ડ્રમ કિંમત રૂા.૬૦,પ૩,૦૦૦ના ઓછા મળેલ ઉપરાંત આઠ મેટ્રીક ટન વેસ્ટ મટીરિયલ ભરેલ બેગો મળી આવેલ જે અનુસંધાને પણ ફરિયાદ નોંધાવા પામેલ આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા સંદીપ સીંઘ નાઓએ એલ.સી.બી. તેમજ દેજ પોલીસને માર્ગદર્શન આપી સદર કેમિકલ ભરેલા ટેન્કરો દહેજથી નીકળી સુરત હજીરા અદાણી પોર્ટ ઉપર પહોંચતા પહેલાં ઓલપાડ-સાયણા રોડ ઉપર કન્ટેનરો એકથી દોઢ કલાક રોકાતા હોવાની માહિતીનાં આધારે પોલીસે તપાસ આરંભી મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી કુલ પાંચ આરોપીઓ સુધીર કુમાર સીંગ (રહે.નેરૂલ થાના, ન્યું મુંબઈ) મૂળ રહે.શીવચરણ પૂર્વ જિ.ફૈઝાબાદ યુ.પી., અનવર મોહંમદ હૈઈખાન (રહે. ઓમ ભારત હાઉસીંગ સોસાયટી વડાલા, મુંબઈ), રાકેશ શરદચંદ્ર પાટીલ (રહે.સેક્ટર ૪ નવી મુંબઈ), વિનોદ પ્રહલાદ કોકરે (રહે.બેલાપુર, નવી મુંબઈ) તેમજ હમીદ ઉસ્માન રીંદાણી (રહે.મીરા રોડ ઈસ્ટ, મુંબઈ)નાઓને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનિય છે કે તમામ આરોપીઓ એકબીજાની મદદગારીમાં ઓર્ગેનાઈઝડ રીતે ક્રાઈમને અંજામ આપતા હતા. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ પીપોદરા ખાતે બ્લીચકેમ એક્ઝિટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાંથી બીજા કન્ટેનરમાંથી તેમજ સુરત પાંડેસર સ્થિત કલર ટેક્ષ કંપનીમાં માલની હેરાફેરીનો ગુનો કર્યાની પણ કબુલાત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks