National

ચોરીના આરોપી નાઈજિરિયન શખ્સને દિલ્હીમાં ટોળાંએ માર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સોમવારે એક વીડિયો બહાર આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે, એક નાઈજિરિયન નાગરિકને થાંભલા સાથે બાંધી દેવાઈ છે અને ટોળા દ્વારા એને માર મારવામાં આવી રહ્યો છે. આ ઘટના નવી દિલ્હીના માલવીયનગરની છે. વ્યક્તિનો ચહેરો લોહીથી ખદબદેલ છે અને લોકો એને મુક્કાઓથી મારી રહ્યા છે. સામી વ્યક્તિ એને જવા દેવામાં આવે એ પ્રકારની વિનંતીઓ કરી રહેલ છે.
ટોળામાંથી એક મહિલા ચંપલોની થેલી વ્યક્તિને મારી રહી છે અને અન્ય લોકો એકબીજાને ઉશ્કેરી રહ્યા છે. એક વ્યક્તિ ટોળામાંથી કહી રહી છે કે, જો એણે એમના પાકીટમાંથી ૬૦૦૦ રૂપિયા ચોર્યા છે. જ્યારે પોલીસ સાથે આ ઘટના બાબતે સંઘર્ષ કરાયો ત્યારે પોલીસે જણાવ્યું કે, માલવીયનગરના રહેવાસીઓએ એક વ્યક્તિને ચોરી કરવાના પ્રયાસ માટે પકડી પાડ્યો હતો. આ ઘટના ર૪મી સપ્ટેમ્બરે બની હતી. પોલીસે જણાવ્યું કે, માલવીયનગરની એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે એમના ઘરમાં સવારે ૪ઃ૦૦ વાગે કોઈ અજાણી વ્યક્તિ ઘૂસી આવી હતી અને તિજોરી ખોલવાનો પ્રયાસ કરતી હતી. એવામાં મહિલા જાગી ગઈ અને ચોરે ભાગવાનો પ્રયાસ કર્યો જેથી એ સીડીઓ પરથી પડી ગયો. લોકોએ પકડીને એને પોલીસને સોંપ્યો. જો કે એફઆઈઆરમાં ટોળા દ્વારા માર મારવાની ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી. ફરિયાદી સાથે સંપર્ક કરતાં એમણે કહ્યું કે, ટીવીમાં જે વ્યક્તિ બતાવવામાં આવે છે એ જ વ્યક્તિએ અમારા ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. ડીસીપીએ જણાવ્યું કે, માલવીયનગર પોલીસે એક આફ્રિકન નાગરિકની ધરપકડ કરી હતી. હવે વીડિયો બહાર આવ્યો છે જેમાં નાઈજિરિયન નાગરિકને માર મારતાં બતાવાયો છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ચોરીના પ્રયાસમાં ધરપકડ કરાયેલ વ્યક્તિ અને વીડિયોમાં દર્શાવેલ વ્યક્તિ એ જ છે કે કોઈ અન્ય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.