અંકલેશ્વર, તા. ર૮
અંકલેશ્વરના ખેડૂત વીજકંપનીએ લેણાંનાણાં ચૂકવી દીધા હોવા છતાં કાયમી ધોરણે ખેતીવાડી વીજજોડાણ કાપી નાખતા ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂતની તરફેણમાં ચૂકાદો આપ્યો છે.
અંકલેશ્વર દીવા માર્ગ પર રહેતાં ખેડૂત જયેશ પટેલે વર્ષ ર૦૦પથી ખેતીવાડી વીજજોડાણ લીધું હતું. જેના નાણાં બાકી પડતાં વીજકંપનીએ ૧૮-૪-ર૦૧૭થી કાયમી ધોરણે વીજજોડાણ બંધ કરી દીધું હતું. જયેશ પટેલે વીજજોડાણના બીલ પેટે રૂા. ૬પ,ર૭૧ ચૂકવવાના થતાં હતા. જે તેમણે તા. ર૧ નવેમ્બરથી તા. ર૯ નવેમ્બર-ર૦૧૬ દરમિયાન ચૂકવી દીધા હતા. આ ઉપરાંત વિલંબિત ચૂકવણી ચાર્જ પેટે ડિસેમ્બર-ર૦૧૭થી જાન્યુઆરી ર૦૧૮ દરમિયાન વધુ રૂા. ૧૩,પ૩૬ ચૂકવ્યા હતા. તેમ છતાં વીજકંપનીએ નવેસરથી જોડાણ માટે અરજી કરવા જણાવતાં અને ટપક સિંચાઈ પદ્ધતિની શરત મૂકતાં જયેશ પટેલે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં ફોરમે વીજકંપનીના નિયમોનો અભ્યાસ કરી જયેશ પટેલની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને કોઈપણ શરતવિના નિયમ વિરૂદ્ધ કાયમી ધોરણે કાપી નાખવામાં આવેલ વીજજોડાણ પુનઃ નાખવા અને ટપક પદ્ધતિથી સિંચાઈ માટે દબાણ ન કરવા સ્પષ્ટ રીતે વીજકંપનીને જણાવ્યું હતું. વીજકંપની કેટલાંયે ખેડૂતો જેમને નિયમોની પૂરેપૂરી સમજ નથી હોતી એમનો ગેરફાયદો ઉઠાવે છે. ત્યારે આ ચૂકાદો અન્ય ખેડૂતો માટે પણ બોધપાઠ લેવા જેવો છે.