(એજન્સી) મૈસુર, તા.૧૧
શુક્રવારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા ૧૮મી સદીના બહાદુર રાજા ટીપુ સુલતાન જયંતી મનાવવામાં આવી હતી. જ્યાં બે સંગઠનો વચ્ચે અથડામણો થતાં તાત્કાલિક ૭૦,૦૦૦ પોલીસ બોલાવવામાં આવી હતી. અગાઉ પણ વર્ષ ર૦૧પમાં પણ બે વ્યક્તિઓની મૃત્યુ થયા હતા. ત્રણ વર્ષ અગાઉ જ્યારે ટીપુ સુલતાનની જયંતી ઉજવવામાં આવી હતી ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું કે ભારતના પ્રથમ આઝાદીના લડવૈયા અને મૈસુરના શેર એવા બહાદુર લડવૈયાએ બ્રિટીશરો સામે હિંમતપૂર્વક લડાઈ લડી હતી. જ્યારે કોદાગુમાં ટીપુ સુલતાનને એક ખૂની તરીકે ઓળખવામાં આવે છે જેમણે બ્રિટીશ કાળમાં હજારો કોડવાસીઓને મારી નાખ્યા હતા. કોદાગુના લોકો ટીપુ સુલતાન જયંતી મનાવવા પર પ્રતિબંધની માંગ કરે છે પરંતુ હાઈકોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
Facebook
0
Twitter
0