Ahmedabad

ચૂંટણીમાં મતોનું વિભાજન કરવાના ભાજપના ષડયંત્રોથી મતદારો વાકેફ થાય

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩૦
કોંગ્રેસના ‘વિકાસ ગાંડો થયો છે.’ મારા હાળા છેતરી ગયા’’ જેવા સૂત્રોના મારાથી અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ તેમણે ભાજપની દુઃખતી નસ પર હાથ મૂકી દેતા ભાજપ રીતસરનો રઘવાયો બન્યો છે અને હવે કોંગ્રેસના સાચા વારનો સામનો ન કરી શકતા મતદાર યાદીમાંથી લઘુમતીઓના કે કોંગ્રેસની બહુમતીવાળા વિસ્તારોમાંથી મતદારોના નામો કમી કરવા મુસ્લિમ ઉમેદવાર જીતી શકે તેમ હોય તેવા વિસ્તારમાં અન્ય રાજકીય પક્ષો કે અપક્ષોને ઊભા રખાવી મતોનું વિભાજન કરવું જેવા ષડયંત્રો રચવાના શરૂ કરી દીધા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાના સીધા મતથી જીતવું કે પોતે કરેલા કાર્યો બતાવી પ્રજાનો વિશ્વાસ જીતી શકાય તેવી સ્થિતિમાં ભાજપ હવે રહ્યો નથી. આથી શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવા કાવાદાવા શરૂ કરી દીધા છે. જાણવા મળ્યા મુજબ ભાજપે સૌ પ્રથમ એવી બેઠકોને નિશાન બનાવી છે કે જ્યાં ગત વર્ષે કોંગ્રેસ નજીવા મતોની સરસાઈથી જીતી હોય. આવી વિધાનસભા બેઠકોની મતદારયાદીમાંથી જો હજાર બે હજાર કે તેથી વધુ મતદારોના નામ કમી કરી નાખવામાં આવે તો ગત વર્ષે જીતેલા ઉમેદવારને હારનો સામનો કરવો પડે. હાલમાં જ દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાંથી પાંચ હજાર મતો યાદીમાંથી ગાયબ કરી દેવાયા અને ૩ હજાર ભૂતિયા મતો ઉમેરવાનું ષડયંંત્ર ખુલ્લું પડ્યા બાદ ચૂંટણી પંચે પણ ગંભીર નોંધ લેવી પડી છે. આથી જો સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જાગૃત ન હોત તો ચૂંટણી પહેલાં જ તેઓ હારી જાય તેવી સ્થિતિ ઊભી કરી હતી. મતદાર યાદીમાંથી નામો ગૂમ કરી દેવાના ષડયંત્ર બાદ બીજું ષડયંત્ર ભાજપ એ કરી શકે કે મુસ્લિમ ઉમેદવારની સામે એનસીપી, આપ, જનવિકલ્પ જેવા પક્ષો કે અપક્ષોમાંથી મુસ્લિમ ઉમેદવારોને તમામ ખર્ચ અને નાણાં આપી ઊભા રખાવાની શક્યતા પણ નકારી ન શકાય પરિણામે બે ત્રણ હજાર મતો પણ વિભાજિત થાય તો ઉમેદવાર સહેલાઈથી હારી જાય. આ ઉપરાંત અગાઉ એક ચૂંટણીમાં થયું હતું તેમ મતદારોને ચૂંટણીના દિવસે ધાર્મિક સ્થળની યાત્રા પર લઈ જવાય પાંચ સાત લકઝરી બસ ભરીને ૩૦૦થી ૪૦૦ કે તેથી વધુ મતદારોને પણ જો આવી રીતે દૂર કરવામાં આવે તો તેઓ મતદાન ન કરી શકે અને હરીફ ઉમેદવાર સહેલાઈથી જીતી જાય અને એક એ પણ શકયતા છે કે જે તે વિસ્તારના માથાભારે તત્ત્વોને નાણાં આપી કહેવામાં આવે કે વધુમાં વધુ લોકોને મતદાન કરતા અટકાવવામાં આવે. જરૂર પડે નાણાં લાલચ કે ધાકધમકીનો પણ ઉપયોગ અજમાવી ઉમેદવારને જીતતો અટકાવી શકાય તેમ છે.
આ પરિસ્થિતિમાં સ્થાનિક મુસ્લિમ બૌદ્ધિકો, આગેવાનો અને સમજુ નાગરિકોની જવાબદારી બને છે કે ભાજપ દ્વારા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે અપનાવાતા તમામ પ્રકારના કાવાદાવાનો સારા અને જીતી શકે તેવા ઉમેદવારની તરફેણમાં વધુમાં વધુ મતદાન કરાવી જડબાતોડ જવાબ આપવો જોઈએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.