Site icon Gujarat Today

ચૂંટણીમાં VVPATનો ઉપયોગ તેમજ મતદાન મથકોને CCTVથી સજ્જ કરો

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૧
ગુજરાત વિધાનસભાની યોજાનારી ચૂંટણીમાં ફફઁછ્‌નો ઉપયોગ કરવાની હિલચાલ બાદ રાજકીય પક્ષો મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે સજ્જ થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજરોજ ગુજરાત ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વેઈનને ગાંધીનગર ખાતે મળી VVPATનો ઉપયોગ કરવા તમામ મતદાન મથકો CCTV કેમેરાથી સજ્જ કરવા EVM અને VVPATના મતમાં તફાવત જણાય તો મતદારો લેખિતમાં ફરિયાદ કરી શકે છે તેવી વ્યવસ્થા કરવા સહિતની રજૂઆતો કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધી મંડળે, રાજ્ય ચૂંટણી પંચને કેટલાક સૂચનો કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે ચૂંટણી પહેલાં બદઈરાદાથી મતદાર યાદીમાંથી નામો ડીલીટ ના થાય તે માટે અગાઉથી જ તકેદારી રાખવામાં આવે. VVPAT મશીનમાંથી નીકળતા કાગળ ઉપરની છાપ ૧૦-૧પ દિવસમાં ભૂંસાઈ જાય છે તેથી સારી ગુણવત્તાવાળા પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે, VVPATના પેપર ટ્રોલ પાસે કેમેરાની વ્યવસ્થા કરવામાં આવે, ચૂંટણી વ્યવસ્થા માટે કોઈ પણ ખાનગી કે સહકારી સંસ્થાના કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં ન આવે, જો મતદાન સમયે VVPAT અને EVMના મત વચ્ચે તફાવત જણાય તો મતદાર તરત જ લેખિત ફરિયાદ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો EVM અને VVPATના નીકળતા મતોમાં સતત તફાવત જણાય તો મતદાન તરત જ અટકાવવામાં આવે. મત ગણતરી સમયે ઉમેદવારને વાંધો હોય ત્યારે કોઈ પણ પ ટકા બૂથોની VVPATની પ્રિન્ટેડ મતોની ગણતરી કરવામાં આવે. આ તમામ બાબતે રાજ્ય ચૂંટણી પંચ દિશા-નિર્દેશ, નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરી સ્પષ્ટ કરે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી VVPATથી જ થશે. તેમ એ.આઈ.સી.સી.મહામંત્રી દિપક બાબરિયાએ જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવા, એ.આઈ.સી.સી.ના મંત્રી ડો.પ્રભાબેન તાવિયાડ, પ્રદેશ ઉપપ્રમુખ ડો.જીતુ પટેલ, પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા નિશીત વ્યાસ, પ્રદેશ પ્રવક્તા ડો. હિમાંશુ, બદરૂદ્દીન શેખ, ગુજરાત કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી, એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી, નિકુંજ બલર વગેરે હાજર રહ્યા હતા.

Exit mobile version