કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુલામનબી આઝાદ, અભિષેક મનુ સિંઘવી, મનિષ તિવારી વગેરેએ ગુજરાતના ધારાસભ્યો અને તેમના પરિવારની સુરક્ષા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદ બાદ ચૂંટણીપંચે તમામ ધારાસભ્યોના પરિવારજનોને સુરક્ષા પૂરી પાડવા ગુજરાત સરકારને આદેશ કર્યો હતો. તેના ભાગરૂપે રાજ્યભરમાં કોંગ્રેસના ધારાસભ્યોના નિવાસસ્થાન અને ઓફિસો ઉપર હથિયારધારી પોલીસ મૂકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો હાલ બેંગ્લુરુમાં છે તેઓ ભાજપના ભય અને ડરથી લોકશાહીની રક્ષા અને પોતાની સુરક્ષા માટે બેંગ્લુરુ ગયા હોવાનું જણાવ્યું હતું. ઉક્ત તસવીર અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની ઓફિસ અને ઘર બહાર હથિયારધારી પોલીસ બંદોબસ્ત જણાય છે.
Facebook
0
Twitter
0