શહેરમાં સ્વાઈન ફ્લૂનો કાળો કહેર વધુ ચાર દર્દીના મોત : ૭૮ નવા કેસ

અમદાવાદ, તા.૨૮
રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ આ માસની શરૂઆતથી વકરેલા સ્વાઈનફલૂના આજે વધુ ૭૮ નવા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ વધુ ચાર દર્દીના મોત થવા પામ્યા છે.અમદાવાદમાં ૧૧ દર્દી વેન્ટિલેટર પર અને ૫૦ દર્દી ઓકિસજન પર છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં આ માસની શરૂઆતથી જ સ્વાઈનફલૂના રોજ બરોજ નવા કેસો નોંધાતા જઈ રહ્યા છે સાથે રોજ ત્રણથી ચાર દર્દીના મોત થઈ રહ્યા છે.મ્યુનિસિપલ તંત્ર દ્વારા વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામા આવી રહી હોવાના દાવા કરવામા આવી રહ્યા હોવા છતાં સ્વાઈનફલૂને લઈને અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે.શહેરમાં છેલ્લા ૨૪ કલાકમા નવા ૭૮ કેસ નોંધાવાની સાથે ચાર દર્દીઓના મોત થવા પામ્યા છે.અમદાવાદ શહેરમા રાજયના અન્ય વિસ્તારોની સાથે જ આ માસની શરૂઆતથી સ્વાઈનફલૂના કેસની સંખ્યા અને મોતનો આંક સતત વધતો જોવા મળી રહ્યો છે.આમ છતાં પણ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ સબ સલામત હોવાનો રાગ આલાપી રહ્યુ છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈનફલૂના દર્દીઓને આપવામા આવી રહેલી સારવાર દરમિયાન કેટલી બેદરકારી દાખવવામા આવી રહી છે એ બાબત જેમ જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વોર્ડના મેડીકલ ઓફિસરો દ્વારા હોસ્પિટલોની રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરવામા આવી રહી છે તેમ તેમ બહાર આવતી જાય છે.શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી વ્યોમા નર્સીંગ હોમને આજે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટિસ આપવામા આવી છે.આ હોસ્પિટલમાં સ્વાઈનફલૂના દર્દીઓ માટે ઉભા કરવામા આવેલા સ્વાઈનફલૂના દર્દીઓ માટેના આઈસોલેશન વોર્ડમા અન્ય દર્દીઓને રાખવામા આવતા હોવાનુ તપાસ દરમિયાન બહાર આવવા પામતા નોટિસ આપવામા આવી છે.શહેરમા આજે કુલ ૨,૮૪,૬૩૨ ઘરોની તપાસ કરવામા આવી જે દરમિયાન કુલ ૧૭૧૫ જેટલા શંકાસ્પદ સ્વાઈનફલૂના દર્દીઓ મળી આવ્યા હતા.જે પૈકી બી કેટેગરીના ૩૭ દર્દીઓને સારવાર આપવામા આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં આજે હેલ્થ વિભાગ દ્વારા બિન આરોગ્યપ્રદ પદાર્થો વેચવાવાળા એકમો ઉપર તવાઈ બોલાવવામા આવી હતી.જે દરમિયાન વેજલપુરના કૃષ્ણ પ્રોવિઝન,ઘાટલોડીયાના ભેરૂજી ફાસ્ટફૂડ, ગાંધી સોડા અને ગણેશફૂડને બિન આરોગ્યપ્રદ પદાર્થો વેચવા બદલ સીલ કરવામા આવ્યા હતા જ્યારે ૧૦૪ એકમોને નોટિસ ફટકારવામા આવી હતી.
ક્યારે કેટલા કેસ થયા

માસ કેસ મોત
જાન્યુ. ૦૧ ૦૦
ફેબ્રુ. ૦૭ ૦૧
માર્ચ. ૧૯ ૦૨
એપ્રિલ. ૧૭ ૦૬
મે ૧૪ ૦૩
જુન ૧૬ ૦૨
જુલાઈ ૬૨ ૦૬
ઓગસ્ટ ૧૭૦૨ ૮૮
કુલ ૧૭૭૪ ૧૦૮

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks