સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ક્રીનિંગ વોર્ડ શરૂ કરાયો

અમદાવાદ, તા.૧૦
રાજયભરમાં જ્યાં એક તરફ સ્વાઈનફલૂના રોગે હાહાકાર મચાવી દીધો છે ત્યાં બીજી તરફ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં હાલની પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના ૭૦,અમદાવાદ બહારના ૪૦ સ્વાઈનફલૂની સારવાર લઈ રહ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,રાજયના વિવિધ શહેરોમાં જે પ્રમાણે સ્વાઈનફલૂના રોગે ભરડો લીધો છે તેને લઈને જે દર્દીને સ્વાઈનફલૂ આગળના સ્ટેજમાં પહોંચી ગયો હોય એને વધુ સારવાર માટે અસારવા વિસ્તારમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામા આવી રહ્યા છે.આ કારણથી સિવીલ હોસ્પિટલમાં સ્વાઈનફલૂની સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થવા પામતા સિવીલ હોસ્પિટલ ખાતે વધારાનો સ્ક્રીનીંગ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.સિવીલ ખાતે હાલ અમદાવાદ શહેરના ૭૦ અને રાજયના અન્ય વિસ્તારોના ૪૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ક્યારે કેટલા કેસ નોંધાયા

માસ કેસ મોત
જાન્યુ. ૦૧ ૦૦
ફેબ્રુ. ૦૭ ૦૧
માર્ચ. ૧૯ ૦૨
એપ્રિલ. ૧૭ ૦૬
મે ૧૪ ૦૩
જુન ૧૬ ૦૨
જુલાઈ ૬૨ ૦૬
ઓગસ્ટ ૧૫૧ ૧૫
કુલ ૨૮૭ ૩૫

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks