અમદાવાદ, તા.પ
પાટીદાર અગ્રણી સી.કે. પટેલે પાસ પોતાના મુદ્દાઓ લેખિતમાં આપશે તો જ મધ્યસ્થી બનીશું તેમજ હાર્દિક પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે ત્યારબાદ જ સરકાર સાથે વાતચીત કરવાની વાત કહી છે. આ મુદ્દે પાસના કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સી.કે. પટેલને આડે હાથ લીધા હતા અને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા.
આજે હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે PAASના નેતા મનોજ પનારાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઁછછજી કન્વીનર મનોજ પનારાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે, સી.કે.પટેલ ભાજપનાં આગેવાન છે. PAASની અધિકૃત ટીમ દ્વારા સી.કે.પટેલ સાથે વાતચીત હજી થઈ નથી. હાર્દિક અને મારા સિવાય કોઈનું નિવેદન અધિકૃત ન ગણવું. સી.કે. પટેલ ભાજપનાં એજન્ટ તરીકે કામ કરે છે. સી. કે. પટેલ હજી સુધી અહીંયા મળવા આવ્યાંનથી. અમારી લડાઈ સમાજનાં હિતમાં છે. સરકાર આમંત્રણ આપે તો અમે ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ હાલની સ્થિતિને જોતા ભાજપ સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા આંદોલનને ખતમ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
મનોજ પનારાએ વધુમાં કહ્યું કે, અમારા મુદ્દાઓ સરકાર સ્વીકારે તેવી અમારી માંગ છે. સમાજની ધાર્મિક સંસ્થાઓ મધ્યસ્થી નહીં બને. આ સિવાય કોઇ જ ધાર્મિક સંસ્થાઓ વાતચીતમાં નહીં પડે. મનોજ પનારાએ સમાજનાં અગ્રણીઓ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, અગ્રણીઓએ અત્યાર સુધી ક્યારેય કોઇ જ યોગ્ય ભૂમિકા ભજવી નથી. અનામત અને દેવા માફી જરૂરથી કરવામાં આવે.