CM યોગીના ચરણ સ્પર્શ કરતા ANIના પત્રકારનો વીડિયો વાયરલ થતાં લોકોએ મજા લીધી

(એજન્સી) નવી દિલ્હી,તા.ર૮
યુપીના સીએમ યોગીના ચરણ સ્પર્શ કરતા એક પત્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં આ પત્રકારે પોતાના હાથમાં સમાચાર એજન્સી એએનઆઈનું માઈક પણ પકડી રાખ્યું છે. માઈક જોઈને આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે તે એએનઆઈના પત્રકાર છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર એએનઆઈને ટ્રોલ કરી રહ્યા છે. હાલ તો આ પત્રકારનું નામ જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયો એન.ડી.ટી.વી. ન્યૂઝ ચેનલના એક અહેવાલનો છે અને આ અહેવાલમાં યોગી પરના કેસોને સમાપ્ત કરવાની વાત જણાવવામાં આવી રહી છે. હાલ તો એનડીટીવીએ પોતાના અહેવાલમાં જે વીડિયોનો ઉપયોગ કર્યો છે તે કયારનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સ શેર કરતા તેને શરમજનક કરાર આપી રહ્યા છે. આ પહેલાં જયારે ૧૪ ઓગસ્ટના રોજ યુ.પી.ના સીએમ યોગી બારાબંકીના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોને મળવા માટે ગયા હતા. ત્યારે ત્યાં બારાબંકીના ડી.એમ. અખિલેશ તિવારીએ સી.એમ. યોગીના ચરણ સ્પર્શ કર્યા હતા.
વીડિયો વાયરલ થયા બાદ એએનઆઈને ટ્રોલ કરતા લોકો જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યૂઝર્સ લખી રહ્યા છે કે આ પત્રકાર પોતાનું આત્મસન્માન પાછું મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે કદાચ આ પત્રકાર એવા આશીર્વાદ માંગી રહ્યો છે કે હું પણ સુધીર ચૌધરીની જેમ આપ સૌની ભકિત કરી શકુ અને આગળ વધી શકું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks