નડાબેટ સીમાદર્શન માટે ૩૯ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મુખ્યમંત્રીની મંજૂરી

અમદાવાદ,તા.૧૦
ગુજરાતમાં બોર્ડર ટુરિઝમ સાથે નાગરિકોમાં રાષ્ટ્ર ભકિતભાવના ઉજાગર કરતા નડાબેટ ખાતે સીમાદર્શન માટે વધુ વિકાસ સુવિધાઓના નિર્માણ હેતુ બીજા તબકકામાં ૩૯ કરોડ રૂપિયાના પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે. આ પ્રોજેકટ અંતર્ગત નડાબેટ ખાતે એકિઝબીશન હોલ અને અંદાજે પાંચ હજાર વ્યકિતઓ એક સાથે બેસી શકે તેવી ક્ષમતાનું પરેડ ગ્રાઉન્ડ તેમજ ટી જંકશનથી ઝીરો પોઈન્ટ સુધી માળખાકીય વિકાસ કાર્યો હાથ ધરાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષતાને રાજયના સીમાદર્શન સહિતના અન્ય પ્રવાસન પ્રોજેકટના અવલોકન માર્ગદર્શન માટે યોજાયેલી બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નડાબેટ સીમાદર્શનના આ પ્રવાસન પ્રોજેકટમાં હાલ પ્રથમ તબકકાના રૂા.રર કરોડના વિવિધ માળખાકીય સુવિધા વિકાસના કામો ગતિશીલ છે. મુખ્યમંત્રીએ બોર્ડર ટુરિઝમના આ ગુજરાત પ્રયોગ પ્રોજેકટમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયનો પણ નાણાં સહયોગ મળે તે હેતુથી દરખાસ્ત મોકલવા પણ બેઠકમાં સુચન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી ર૦૧૬માં ડિસેમ્બરની ર૪ તારીખે બનાસકાંઠાના સૂઈગામ સ્થિત નડાબેટ બોર્ડર ખાતે આ સીમાદર્શન બોર્ડર ટુરિઝમનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં ૧ લાખ જેટલા પ્રવાસીઓ યુવાઓ આ સીમાદર્શન કાર્યક્રમમાં સહભાગી થયા છે. ગુજરાતની સમુદ્રી સીમા સાથે જમીની સરહદ પણ દુશ્મન સાથે નજદીકથી જોડાયેલી છે અને જો આ સરહદી યુધ્ધ થાય તો બીએસએફએ સીધો મુકાબલો દુશ્મન દળોનો કરવો પડે છે. આ સંદર્ભમાં બીએસએફ જવાનોની દિલેરી જવામર્દીને સૌ કોઈ જાણે તે હેતુથી ગુજરાતમાં આ સીમાદર્શન વાઘા બોર્ડર પેટર્ન ઉપર શરૂ કરવામાં આવ્યો છે. અહીં આવનાર દરેક કોઈ રાષ્ટ્રપ્રેમ-દેશદાઝથી તબરતર થઈ જાય તેવું રોમાંચક વાતાવરણ આ સીમાદર્શન કાર્યક્રમની પહેલ પુરી પાડે છે. બોર્ડર ટુરિઝમ સાથે ઘૂડખર ફલેમિંગો ડેઝર્ટ સફારીનું આકર્ષણ ઉમેરીને સફેદ રણની પરિપાટીએ વિશ્વના પ્રવાસન નકશામાં સૂઈગામને સ્થાન અપાવવાની દિશામાં પણ આ બેઠકમાં વિચાર-વિમર્શ થયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks