પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરતા CM રૂપાણીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ,તા.૧૭
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અતિભારે વરસાદને લીધે આ વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પુરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી એરફોર્સના હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. જયાં તેમણે હવાઈ સર્વે દ્વારા બચાવ કામગીરી અને પુરની સમીક્ષા કરી હતી. ત્યારે રાજકોટ તરફ જતી વખતે ખરાબ હવામાનને કારણે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનું જેતપુર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે તેમના પ્લેન દ્વારા પૂરની સમીક્ષા કરવા ગીર-સોમનાથ જઈ રહ્યા હતા. ત્યારે કેશોદ એરપોર્ટ ઉપર પાણી ભરાવાના કારણે તેમનું પ્લેન લેન્ડ થઈ શકયું ન હતું. જેને લીધે મુખ્યમંત્રી રૂપાણી પરત ગાંધીનગર આવ્યા હતા. ત્યારબાદ એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુરની સમીક્ષા કરવાનું નક્કી કર્યું હતું. તે પછી હેલિકોપ્ટર દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા મુખ્યમંત્રી રવાના થયા હતા. જયાં રાજકોટ તરફ જતી વખતે ખરાબ હવામાનને પગલે મુખ્યમંત્રી રૂપાણીના હેલિકોપ્ટરનું જેતપુર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એટલે કે પુરગ્રસ્ત વિસ્તારોની મદદ માટે જઈ રહેલા મુખ્યમંત્રીને બે વાર ખરાબ હવામાનનો ભોગ બનવું પડયું હતું.
જો કે મુખ્યમંત્રી રૂપાણીએ રાજયના મંત્રીમંડળના મંત્રીઓને અતિવૃષ્ટિ અને પુર પ્રભાવિત વિસ્તારોમાં રાહત-બચાવ કાર્યોનું માર્ગદર્શન અને સમીક્ષા કરવા માટે સૂચના આપી છે જેને લીધે આવતીકાલે બુધવારે મંત્રીઓની મળનારી કેબિનેટની બેઠક રદ કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks