યુપીએ સરકારે ખેડૂતોની ચિંતા ન કરી તેથી આપઘાત થયા : સીએમ રૂપાણી

ગાંધીનગર,તા.૪
કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે, યુપીએ સરકાર ખેડૂતોની ચિંતા કરતી ન હતી. તે સમયે વધુ ખેડૂતો આપઘાત કરતા હતા અને છેલ્લા ૪ વર્ષમાં મોદી સરકારના રાજમાં ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. ટેકાના ભાવથી વ્યાપક ખરીદી થઈ છે. કેન્દ્ર સરકારના નિર્ણયને ગુજરાત સરકાર આવકારે છે. સીએમ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ફસલ વીમા યોજના પણ બનાવી છે. આજે ખેડૂતો માટે સોનાનો દિવસ છે. ખેડૂતોના હિતમાં કરાયેલા આ નિર્ણયને આવકારીએ છીએ. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જેમાં દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આપ્યા છે. જેમાં કેન્દ્રની કેબિનેટે ખરીફ ખેત પેદાશો ટેકાના ભાવ વધારા મંજૂરી આપી છે. જેમાં જુવાર, કપાસ સહિતના પાકના ટેકના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks