પુત્રના જન્મદિને ગરીબ બાળકો સાથે ભોજન લેતા મુખ્યમંત્રી

ગાંધીનગર, તા.૮

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના પુત્ર સ્વ.પૂજિત રૂપાણીસનો જન્મ દિવસ પ્રતિવર્ષની જેમ જ આ વર્ષે પણ રાજકોટના ગરીબ અનાથ બાળકોને ભોજન કરાવી મનાવ્યો હતો. વિજય રૂપાણી આજે દીકરાના જન્મદિવસે રાજકોટ આવ્યા હતા અને તેમણે ગરીબ બાળકો સાથે ભોજન લીધું હતું. સાડાત્રણ વર્ષના પુત્ર પૂજિત રૂપાણીનું આકસ્મિક મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ રૂપાણીએ તેમના નામનું ટ્રસ્ટ ખોલ્યું હતું અને ૮મી ઓક્ટોબર પૂજિતનો જન્મ દિવસ હોવાથી ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. તેમણે રાજકોટમાં ચાર કરોડના ખર્ચે નિર્માણાધીન રેનબસેરા ટૂંક સમયમાં કાર્યાન્વિત કરવાની ઘોષણા પણ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts