હાસ્ય લેખક વિનોદ ભટ્ટ, ડૉ. આર.કે.પટેલ, પાર્થિવ પટેલ, સ્વીમર સુફિયાન શેખ વગેરે સામેલ

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક  કાર્યક્રમમાં ૧૩ વ્યક્તિ વિશેષનું સન્માન

રાજ્યના ૫૭મા ગૌરવ દિનની અમદાવાદ ખાતે શાનદાર ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે અમદાવાદ જિલ્લાના ૧૩ વ્યક્તિ વિશેષોનું સન્માન કરાયો હતો. અમદાવાદ જિલ્લાના જે વ્યક્તિ વિશેષોનું સન્માન કરાયો છે તે આ મુજબ છે.

(૧) વિનોદ ભટ્ટ (હાસ્ય લેખક)

(ર) ડૉ. આર.કે.પટેલ (હૃદય રોગના નિષ્ણાત, માનદ ડિરેક્ટર યુ.એન.મહેતા કાર્ડિયાક હોસ્પિટલ)

(૩) સ્મિતા શાસ્ત્રી (પદ્મ પુરસ્કાર વિજેતા, કુચીપૂડી તથા ભરત નાટ્યમ નૃત્યાંગના)

(૪) મહેન્દ્ર ઝા (ટ્રસ્ટી જગન્નાથ મંદિર, ગૌસેવા ક્ષેત્રે વિશેષ પ્રદાન)

(પ) ચંદુભાઈ ગણેશભાઈ પટેલ ચુંવાળ (ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ, એચઆઈવી ગ્રસ્ત લોકોના ઉત્કર્ષ અને માનવ સેવા ક્ષેત્રે પ્રદાન)

(૬) કિશોર મકવાણા (સફળ લેખક)

(૭) માના પટેલ (આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત તરવૈયા (સ્વીમર)

(૮) વિક્રમ ઠાકોર (ગાયક કલાકાર તથા ગુજરાતી ચલચિત્રના અભિનેતા)

(૯) કિરણ પરમાર (કબડ્ડી પ્લેયર, કબડ્ડી વિશ્વ કપ ૨૦૧૬માં ભારતીય ટીમના સભ્ય)

(૧૦) દિપકભાઈ દેસાઈ (વર્તમાન આધ્યાત્મિક ગુરૂ)

(૧૧) પાર્થિવ પટેલ (ક્રિકેટર)

(૧ર) બંકીમ પ્રવીણચંદ્ર પાઠક (ગાયબ કલાકાર)

(૧૩) સુફયાન શેખ (ઈંગ્લિશ ચેનલ તરનાર સૌથી નાની વયના સ્વીમીંગ ચેમ્પિયન)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks