સુરત કોર્ટમાંથી ગુમ થયેલ મહિલા એડવોકેટને શોધી કાઢવા કમિશનરને રજૂઆત

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સુરત જિલ્લા કોર્ટમાંથી અચાનક ગાયબ થઇ ગયેલા એડવોકેટ મનિષાબેન સોલંકીને શોધી કાઢવા માટે ઉચ્ચ સ્તરિય તપાસ માટે શહેર પોલીસ કમિશનર રજૂઆતો કવિતાબેન તથા અન્ય સામાજિક કાર્યકરોએ દ્વારા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં કૃષ્ણકુંજ સોસાયટીના ઘર નં. ૨૮૪માં રહેતી એડવોકેટ મનિષાબેન સોલંકી ગત તા. ૨૮ જુનના રોજ જિલ્લા કોર્ટ કેમ્પમાં પોતાનું ટુ વ્હીલર નં. જીજે – ૦૫ – એમ ડી – ૦૦૭૦ પાર્ક કરી ક્યાંક ગુમ થઇ ગયા હતાં. આ ઘટના બાદ તેણીનું ટુ વ્હીલર પણ કોર્ટ બિલ્ડીંગમાંથી ગાયબ થઇ જવા પામ્યું છે. બનાવ અંગે જેતે સમયે શહેરના ઉમરા પોલીસ મથકે ગુમ થયેલ જાણવા જોગ નોંધ પણ મનિષાબેનના ભાઇ દ્વારા પણ કરવામાં આવી હતી. આમ છતાં આજ દિન સુધી આ મહિલા વકીલની કોઇ ભાળ મળવા પામી નથી. જેથી સામાજિક કાર્ય સાથે સંકળાયેલી ડિંડોલી વિસ્તારમાં રહેતા કવિતાબેન ડુબે તથા અન્ય સમાજિક કાર્યકર્તાઓએ શહેર પોલીસ કમિશનર કચેરીએ એક અરજી કરી ઉચ્ચસ્તરીયે તપાસની માંગ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks