મકતમપુરા વોર્ડના પ્રશ્નો માટે મ્યુનિ. કમિશનરને રજૂઆત

અમદાવાદ, તા.ર૮
મકતમપુરા વોર્ડના મુસ્લિમ આગેવાનોએ ગતરોજ નવા વરાયેલા મ્યુનિ. કમિશનર વિજય નહેરાની શુભેચ્છા મુલાકાત લઈ વોર્ડના પ્રાથમિક પ્રશ્નો અને વિકાસકાર્યો બાબતે રજૂઆત કરી ઉકેલવા માગણી કરી હતી. મકતમપુરા વોર્ડ કોંગ્રેસના જનમિત્ર દિલાવરખાન પઠાણ, યુસુફ મનસુરી, હનીફભાઈ, સાજીદભાઈ, ઈકબાલભાઈ, યુસુફભાઈ ખલીફા, રહીમભાઈ વગેરેએ મ્યુનિસિપલ કમિશનરની શુભેચ્છા મુલાકાત દરમિયાન વોર્ડના પ્રશ્નોની પણ રજૂઆત કરી હતી. મકતમપુરા વોર્ડમાં મુસ્લિમ સમાજની વસ્તીને ધ્યાને રાખી કોમ્યુનિટી હોલ, ગાર્ડન, વોકીંગ ટ્રેક, રોડ-રસ્તા, નોન ટીપી રોડ પર લાઈટ, લાઈબ્રેરી, પેવર બ્લોક, દરેક સોસાયટીના નાકે જરૂર જણાય ત્યાં કેચપીટ, જલતરંગ રોડથી ટીવી-૯ સુધીનો રોડ ફૂટપાથ સાથે ટ્રે ગાર્ડ લગાવી સારો બનાવવા અને વિશાળ વસ્તી અને એરિયાને ધ્યાનમાં રાખી બીજું આરોગ્ય કેન્દ્ર બનાવવા રજૂઆત કરી હતી. આ તમામ રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી કમિશનરે ઘટતું કરવા ખાતરી આપી હતી સાથે એમ પણ સૂચન કર્યું કે વોર્ડના પ્રશ્નોના નિકાલ માટે ઝોનલ ઓફિસે આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. તેઓને રજૂઆત કરવી અને જો કોઈપણ અધિકાર ના સાંભળે તો મને ફરિયાદ કરવી જેથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks