જોડિયા તા.પં. બિનહરીફ કરવામાં કોંગ્રેસને સફળતા

જામનગર,તા.ર૦
જામનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ ર૬માંથી ભાજપને નવ અને કોંગ્રેસને ૧૭ બેઠક મળી હતી. અહિં છેલ્લાં કેટલાક દિવસથી સખળ-ડખળ ચાલતું હતું અને આખરે અહિં ભાજપે સત્તા હાંસલ કરી છે અને પ્રમુખ તરીકે પ્રફુલ્લાબા જયેન્દ્રસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ તરીકે રેવતીબેન કેશુભાઈ તાળા ચૂંટાઈ આવ્યા છે. આમ જામનગર તાલુકા પંચાયતમાં ભાજપે કબજો મેળવયો છે. અહિં ગત વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના છ સદસ્યો ભાજપમાં જોડાયા હતાં.
જોડિયા તાલુકા પંચાયતમાં બિનહરીફ કરવામાં કોંગ્રેસને સફળતા સાંપડી છે. અહિં પ્રમુખ તરીકે કોંગ્રેસના શ્વેતાબેન વિજયભાઈ છત્રોલા અને ઉપપ્રમુખ તરીકે નિતાબેન બિજલભાઈ ખીમણિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અહિ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ પાસે આઠ-આઠ સભ્યો હતાં.
લાલપુર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ ૧૮ બેઠકની લાલપુર તાલુકા પંચાયતમાં ભાજપને ૧૧ બેઠક અને કોંગ્રેસને સાત બેઠક હોવાથી સ્પષ્ટ બહુમતીના કારણે લાલપુર તાલુકા પંચાયતમાં ભાજપએ સત્તા સંભાળી છે અને પ્રમુખ તરીકે સુરૂભા જાડેજા તથા ઉપપ્રમુખ તરીકે પૂરીબેન જશાભાઈ કરમટા વિજેતા થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks