કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી વિરૂદ્ધના રથને પ્રદેશ પ્રમુખ પ્રસ્થાન કરાવશે

અમદાવાદ,તા.ર૦
અમદાવાદ જિલ્લા શહેર સમિતિ દ્વારા આવતીકાલે તા.ર૧-૧૧-ર૦૧૭ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાલડી ખાતેથી મોંઘવારી વિરુધ્ધ રથ શરૂ કરાવાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવશે. આ મોંઘવારી વિરુધ્ધ રથ અમદાવાદ શહેરની તમામ વિધાનસભા વિસ્તારમાં ફરશે. ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે શિક્ષાનું વહેપારીકરણ, સ્વાસ્થ્ય અને આરોગ્યની કથળેલી વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અને કોઈપણ જાતના અભ્યાસ વગર ફકત પ્રસિધ્ધિ મેળવવા માટે જીએસટી અને નોટબંધી જેવા વગર વિચારે લીધેલા સરકારના પગલાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ગુજરાતની ચૂંટણીઓ આવતા રાહુલ ગાંધીએ લીધેલ ગુજરાતની મુલાકાતને જબરદસ્ત લોક પ્રતિસાદ મળતા સરકારને કેટલીક વસ્તુઓમાં જીએસટી ઓછો કરવાની ફરજ પડી તેમ છતાં આજે પણ મોંઘવારીને ડામવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. તેના વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં મોંઘવારી વિરુધ્ધ રથ ફેરવશે અને પ્રજાને જાગૃત કરશે. એમ અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા મહેબુબ પઠાણે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks