ઉના-ગીરગઢડામાં થયેલ જમીન ધોવાણની સહાય ન ચૂકવાતાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨૩
ઉના-ગીર સોમનાથ જિલ્લા ઉના તથા ગીરગઢડા તાલુકાના ખેડૂતોએ સારો વરસાદ થવાની આશાએ ચોમાસાની શરૂઆતમાં કપાસ બિયારણનું વાવેતર કોરા ખેતરમાં કરી દીધું હતું પરંતુ કમનસીબે લાંબા સમય સુધી વરસાદ ખેચાતા આ બિયારણનું વાવેતર નિષ્ફળ ગયેલ ત્યાર બાદ વાવણી લાયક વરસાદ થયો ફરી વખત કપાસ મગફળી પાકનું વાવેતર કરેલ પરંતુ સતત દશ-દશ દિવસ સુધી પડેલા વરસાદે ભારે ખાના-ખરાબી મચાવતા પાકોનું વાવેતર સાથે જમીનનું ધોવાણ મોટાપાયે થતાં ખેડૂતો આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. કપાસનું બિયારણ બે-બે વખત નિષ્ફળ ગયું હોય જમીનોના ધોવાણ થતાં મોટાપાયે નુકસાન થયું હોય હાલમાં મેઘરાજાએ વિરામ લેતા અને વરાપ નિકળતા ખેડૂતો પોતાના ધોવાણ થયેલા ખેતરોમાં જમીનો સંમથળ કરી વાવેતર લાયક જમીન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ઉના અને ગીરગઢડ તાલુકા ખેડૂતોને ભારે વરસાદના કારણે થયેલી નુકસાન અંગે સરકારે કરેલી જાહેરાતનો સર્વે કામગીરી આજદીન સુધી શરૂ કરવામાં આવી નથી. હવે જ્યારે ખેડૂતો પોતે પોતાની ધોવાણ થયેલી જમીનો સમથળ કરી નવા પાકોનું વાવેતર કરવાના છે ત્યારે પાકોનું વાવેતર કર્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે તો સર્વેની ટીમોને સ્થળ પર પાકોનું વાવેતર હશે અને જમીન સમથળ દેખાશે તો જેના પરિણામે ખેડૂતોને હકીકતમાં થયેલી નુકસાનીનું વળતર મળશે નહીં તેવી ભીતિ સેવાય રહી છે. આ ઉપરાંત ખેડૂતોને પોતાની જમીનોનું લેવલ કરવા માટે ગામની સરકારી ખરાબાની જગ્યા તળાવોમાંથી માટી લેવા માટેની મંજૂર સ્થાનિક લેવલે રોયલ્ટી લીધા વિના આપવામાં આવે તેવી માગણી કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ખેડૂતોએ કરી હતી. ઉના મતવિસ્તારના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા, તાલુકા પ્રમુખ રામભાઇ ડાભી, ગીરગઢડા તાલુકા પ્રમુખ બાલુભાઇ હીરપરા, ગુણુભાઇ તળાવિયા, હરીભાઇ, શહેર પ્રમુખ રાજુભાઇ ગૌસ્વામી, અલ્તાફભાઇ બહારૂની, યોગેશભાઇ બાંભણિયા, રૂડાભાઇ શિંગડ, ઇસ્માઇલભાઇ ખાલક સહિતના વિશાળ સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો બન્ને તાલુકામાંથી ઉપસ્થિત રહી સૂત્રચ્ચાર સાથે ઉના પ્રાંત કચેરીએ જઇ આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે ખેતીના પાકો, જમીન ધોવાણ અને ઘર વખરી, પશુ મૃત્યુ સહિતની સહાય ચૂકવવા માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks