Ahmedabad

કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો, ભારત બચાવો કૂચ યોજાઈ : CAA અને NRCના કાળા કાયદાનો વિરોધ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩પમા સ્થાપના દિવસની અને કોંગ્રેસ સેવાદળના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે ‘સંવિધાન બચાવો…ભારત બચાવો’ કૂચ યોજવામાં આવી હતી. અમદાવાદના  ગાંધીઆશ્રમથી કૂચનો પ્રારંભ કરાયો હતો જે નારણપુરા પહોંચી હતી. જયાં સરદાર  પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ  કરી હતી. આ કૂચમાં કેન્દ્ર સરકારે મંજૂર કરેલા કાળા કાયદા એનઆરસી અને સીએએનો વિરોધ કરવામાં આવ્યો હતો. કૂચમાં પ્રમુખ અમિત ચાવડા, સંગઠન પ્રભારી રાજીવ સાતવ, વિરોધપક્ષના નેતા  પરેશ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, સંગઠનના સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ અને વિશ્વરંજન મોહન્તી, યુવા નેતા હાર્દિક પટેલ, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા  દિનેશ શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કૂચમાં સે નો ટુ એનઆરસી-સીએએ, વિભાજક બીજેપીસે ભાજપ  બચાવો, સંવિધાન બચાવો દેશ બચાવો, ધર્મ નાગરિકત્વનો આધાર નથી જેવા  સૂત્રો લખેલા પોસ્ટરો અને બેનરો પ્રદર્શિત કર્યા હતા.