(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કોંગ્રેસે મંગળવારે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાનો જોરદાર બચાવ કર્યો હતો. જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ જેમનો ધંધો કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી અપ્રત્યાશિત રીતે વધતા એની સામે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. એક ટીવી ચેનલે સમાચારો પ્રસારિત કર્યા હતા. એમણે જણાવ્યું કે, ભાગેડુ શસ્ત્રોના વેપારી સંજય ભંડારી સાથે વાડ્રાના સંબંધો છે. સંજયે વાડ્રા માટે ર૦૧રના વર્ષમાં બિઝનેસ કલાસની વિમાનની ટિકિટો બુક કરાવી હતી. આ સમાચારો પછી વાડ્રા ઉપર નવેસરથી આક્ષેપો થઈ રહ્યા છે. વાડ્રાનો બચાવ કરતાં કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલાએ કહ્યું કે મોદીની સરકાર કેન્દ્રમાં ૪૧ મહિનાઓથી છે. રાજસ્થાન, હરિયાણામાં પણ ભાજપની સરકારો છે જે રાજ્યોમાં વાડ્રા ઉપર આક્ષેપો થયેલ છે. પણ તેમ છતાંય ખૂબ જ શોધખોળ કર્યા પછી પણ વાડ્રા વિરૂદ્ધ કોઈ આક્ષેપો પુરવાર કરી શકાયા નથી કે એમણે ખોટું કર્યું છે. સુરજેવાલાએ માગણી કરી કે સુપ્રીમકોર્ટના બે કાર્યરત જજો દ્વારા અમિત શાહના પુત્ર જય શાહના ધંધાથી સંપૂર્ણ તપાસ કરાવવામાં આવે. ટેમ્પલ એન્ટરપ્રાઈઝ પ્રા.લિ. કંપની જે અમિત શાહના પરિવારની માલિકીની છે. એમનો ધંધો કયા જાદુથી એક વર્ષમાં ૧૬ હજાર ગણો વધી ગયો. જે કંપની ર૦૦૪ અને ર૦૧૪માં ૧૮ લાખ નફો કરતી હતી અને ર૦૧૩-૧૪માં નુકસાન નોંધાયું હતું. એ કંપનીનો ટર્નઓવર એક જ વર્ષમાં ૧૬ હજાર ગણો કઈ રીતે વધી ગયો. આ બાબત મોદી માટે પડકાર છે. પોતાની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા બતાવતા મોદીએ તપાસનો આદેશ આપવો જોઈએ. તપાસની માગણી તો સંઘે પણ કરી છે. વાડ્રા વિરૂદ્ધ સમાચારો પ્રસારિત કરેલ ટાઈમ્સ નાઉએ જણાવ્યું કે અમે સમાચારો પ્રસારિત કર્યા હતા. એનાથી કોંગ્રેસને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો જેથી એમણે બેંગ્લુરૂમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અમારા પત્રકારને પ્રવેશવા જ નહીં દીધો. કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેનું નિમંત્રણ અમને કોંગ્રેસે આપ્યો હતો. પણ અમારા પત્રકાર જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા ત્યારે એમને પ્રવેશ નહીં આપ્યો.