રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગરની કોંગ્રેસમાં ઘરવાપસી

અમદાવાદ,તા.૧૩
રાજકોટ શહેરના પૂર્વ મેયર અશોક ડાંગર આજે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના શાસનમાં અશોક ડાંગર મેયર હતા. નરેન્દ્ર મોદીના કહેવાથી વર્ષ ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. પોતાની પક્ષમાં સતત અવગણનાના કારણે તેઓએ ભાજપ છોડ્યાનું જણાવ્યું હતું. તે ફરી પાછા કોંગ્રેસમાં જોડાશે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીને તેમણે રાજીનામું ધરી દીધું હતું. ભાજપમાં તેમને મહત્વનો હોદ્દો ન મળતા તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં પણ નિષ્ક્રિય હતાં. પોતાની પક્ષમાં સતત અવગણનાના કારણે તેઓએ ભાજપ છોડ્યાનું જણાવ્યું હતું. ત્યારે આવતીકાલે સત્તાવાર તેઓ કોગ્રેસમાં જોડાશે. લોકસભાની ચૂંટણી પહેલા દિગ્ગજ નેતાએ ભાજપમાંથી રાજીનામું ધરી દેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપ હોય કે કોંગ્રેસ બંને પોતાનો પક્ષ મજબૂત કરવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે એક ઓબીસી નેતા કોંગ્રેસમાં પરત ફરતા કોંગ્રેસના આગેવાનો ગેલમાં આવી ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks