રાહુલ ગાંધીની હાજરીમાં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ કોંગ્રેસમાં સામેલ થયા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
બોમ્બે અને અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ અભય થિપસે મંગળવારે ૧રમી જૂને કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. એમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મુંબઈના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું હતું.
મળતા અહેવાલો મુજબ અભય થિપસે ગયા વર્ષે માર્ચ મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. એ બોમ્બે હાઈકોર્ટના જજ પણ રહી ચૂક્યા છે એમણે કહ્યું કે, એ સાંપ્રદાયિકતા અને આક્રામક રાષ્ટ્રવાદથી વિચલિત હતા અને એ માટે એમને મંચ જોઈતો હતો. એમની પસંદગી કોંગ્રેસ હતી.
૧૯૮૬માં એ ન્યાયતંત્રમાં જોડાયા હતા. વિવિધ કોર્ટમાં એ જજ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks