કોંગ્રેસ મનકી બાત નહીં પરંતુ જનતાના મનની વાત સાંભળશે : રાહુલ ગાંધી

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૧
છેલ્લા ત્રણ મહીનામાં ગુજરાતે આપેલો પ્રેમ કદી નહીં ભુલુ….. ગુજરાતમાં આ વખતે સચ્ચાઇની જીત થશે. તેમ સાવલી ખાતે આજે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના રાજકીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડેહાથે લઇ આકરા પ્રહારો કર્યા હતા. જીએસટી લઇ નોટબંધી સહિતનાં મુદ્દે રાહુલ ગાંધીએ કોંગ્રેસને ઘેરવાની કોશિષ કરી હતી.
સાવલી ખાતે રાહુલ ગાંધીની આજે યોજાયેલી સભામાં વિશાળ મેદની ઉમટી પડી હતી. મંચ પર આવેલા રાહુલ ગાંધીએ પોતાના આકર્ષક અંદાજમાં ભાજપની સરકારનો ઉધડો લીધો હતો. રાહુલ ગાંધીએ નોટબંધી મુદ્દે આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, નોટબંધીના કારણે કાળુ નાણું પરત લાવવાના સપના દેખાડી ગરીબ જનતાને બેંકની બહાર લાઇનોમાં ઉભા કરી દીધા હતા. જ્યારે શુટબુટવાળા લાઇનમાં ક્યાંય દેખાયા ન હતા. આ વખતની વિધાનસભાની ચૂંટણી ગુજરાતના ભવિષ્ય માટેની છે. ગુજરાતની જનતા આ ચૂંટણીમાં માત્ર વાતો ના વડા કરનાર સરકારને તગેડી મુકશે. રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીએ ૫૦ હજારથી ૮૦ કરોડ કરી દીધા. આ બાબતે પોતાના દેશના ચોંકીદાર ગણાતા વડાપ્રધાન પોતાના ભાષણમાં કોઇ જગ્યાએ ઉલ્લેખ કરતાં નથી. વડાપ્રધાનનાં ભાષણોમાંથી ભ્રષ્ટાચાર, મોંઘવારી તથા વિકાસ શબ્દો ગુમ છે. હવે ભાજપ માત્ર નફરતની રાજનિતી પર ઉતરી આવ્યું છે. જીએસટીના કારણે નાના વેપારીઓના રોજગાર ધંધા બંધ થઇ ગયા. તેમજ સેંકડો વ્યકિતઓએ પોતાની નોકરીઓ ગુમાવી છે કે, સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.રફાઇલ વિમાનો બનાવવા જેણે એકપણ વિમાન નહીં બનાવ્યું તેવી કંપની તથા ઉદ્યોગપિતને આનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે.
જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો સરકારી હોસ્પિટલોમાં મફત દવાઓ, સરકારી યુનિવર્સિટી સ્થપાશે તથા ફિકસ પગારનું ધારાધોરણ બદલશે, ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે, યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે. કોંગ્રેસ મન કી બાત નહીં પરંતુ જનતાનાં મનની વાત સાંભળશે. સાવલી બેઠક પર ત્રિપાખીઓ જંગ છે. જેમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલાં સાગર બ્રહ્મભટ્ટ (કોકો)ને જીતાડી લાવવા રાહુલ ગાંધીએ જનતાને આહવાન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks