કોંગ્રેસના ૧૩ ઉમેદવારોની બીજી યાદી જાહેર : ચાર ઉમેદવાર બદલ્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગત રાત્રે ૭૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ સુરત જિલ્લાની બે અને ભરૂચ તથા જૂનાગઢની એક એક બેઠક માટે ભારે વિરોધ સર્જાતા કોંગ્રેસે આજે જાહેર કરેલી ૧૩ ઉમેદવારોની યાદીમાં ઉકત ચારે બેઠકોના ઉમેદવારોના નામ બદલવાની ફરજ પડી હતી. કોંગ્રેસે જાહેર કરેલી ૧૩ ઉમેદવારોની યાદીમાં ભૂજ બેઠક પર આદમ ચાકીને ટિકિટ આપવામાં આવી છે. જયારે રાપર બેઠક પર મહિલાને ટિકિટ અપાઈ છે.
ગઈકાલે કોંગ્રેસે જૂનાગઢ બેઠક પર અમિત ઠુમ્મરને ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ તેમના નામ સામે સ્થાનિકોમાં ભારે વિરોધ નોંધાતા કોંગ્રેસને નામ બદલવાની ફરજ પડી હતી. એ જ રીતે ભરૂચ બેઠક પર કિરણ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. ત્યાં પણ ભારે વિરોધને પગલે જયેશ પટેલને આ બેઠક ફાળવવામાં આવી હતી. જયારે કામરેજમાં નિલેશ કુંભાણીના બદલે અશોક જીરાવાલા તથા વરાછા રોડ બેઠક પર પ્રફુલ તોગડિયાને બદલે ધીરૂ ગજેરાને ટિકિટ આપવામાં આવી છે. આમ કોંગ્રેસે ગઈકાલે ૭૭ અને આજે નવી ૯ મળી ૮૬ બેઠકોના ઉમેદવારો જોહર કરી દીધા છે.
કોંગ્રેસના કયા ઉમેદવાર કયાંથી લડશે

અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા
ભૂજ આદમ ચાકી
રાપર શ્રીમતી સંતોકબેન અરેઠિયા
રાજકોટ (પૂર્વ) મિતુલ ડોંગા
રાજકોટ (દક્ષિણ) દિનેશ ચોવટિયા
જામનગર ઉત્તર જીવણ કુંભારવડિયા
જામનગર દક્ષિણ અશોક લાલ
ખંભાળિયા વિક્રમ માડમ
દ્વારકા મેરામણ ગોરિયા
જૂનાગઢ ભીખાભાઈ જોશી
(અમિત ઠુમ્મરને બદલે)
ભરૂચ જયેશ પટેલ
(કિરણ ઠાકોરને બદલે)
કામરેજ અશોક જીરાવાલા
(નિલેશ કંુભાણીને બદલે)
વરાછા રોડ ધીરૂ ગજેરા
(પ્રફુલ તોગડિયાને બદલે)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks