કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો રાહુલે ચાર્જ સંભાળતા કાર્યકરો દ્વારા ઉજવણી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ આજે વિધિવત ચાર્જ લેતા શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રિંગરોડ આંબેડકર પ્રતિમા પાસે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
આજે સવારે રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીયઅધ્યક્ષ પદે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. એક દિવસ અગાઉ જ સોનિયા ગાંધીએ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઈન્દીરા ગાંધીની હત્યાના સાત વર્ષ બાદ રાજીવ ગાંધીની પણ હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સોનિયા ગાંધીએ સામાન્ય કાર્યકરોનો અવાજ સાંભળી અધ્યક્ષ પદ સ્વીકાર્યું હતું. આજે રાહુલ ગાંધી ૧૩૨ વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીની જવાબદારી સંભાળી લેતા કોંગ્રેસમાં રાહુલ યુગની શરૂઆત થઈ છે. આજે રાહુલ ગાંધીની તાજપોશીની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. સુરત શહેરના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રિંગરોડ સ્થિત આંબેડકર પ્રતિમા પાસે ભેગા થઈ આતશબાજી કરીને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks